આ ગામમાં વરસાદ બંધ થવા છતાં પણ લગભગ સો જેટલા ઘરમાં પાણી ઓસરયા નથી, પાણીમાં તારી રહ્યા છે ઘરો…

આ વાત બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભટવર ગામની છે. જેમાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદ બંધ થતા પણ પાણી ઓસરતા નથી આથી 100 કરતાં પણ વધારે ઘર હજુ પાણીમાં જ ઘરકાવ છે.

ભાટવડ થી દેડવા ભચલી અને માળકા સુધી ઘણા બધા રસ્તાઓ પર પાણી અને ઘરમાં પાણી ભરાઈ ગયા છે. આથી લોકોને બહાર કેવી રીતે નીકળવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. લગભગ દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ ગામમાં ઊભી થાય છે પરંતુ કોઈ પણ તંત્ર ધ્યાન આપતું નથી..

ગ્રામજનોને 2017ના દ્રશ્યો યાદ આવ્યા.

ભારત-પાકિસ્તાન સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો એક તરફ કચ્છના રણ અને બીજી તરફ રાજસ્થાનના રણથી ઘેરાયેલો છે. વાવ, થરાદ અને સુઇગામ જેવા આત્યંતિક પ્રદેશો ઉનાળામાં પાણીની અછતનો સામનો કરે છે. આવી સ્થિતિમાં ચોમાસામાં પાણીના કારણે સ્થાનિક લોકો પરેશાન છે. 2015 અને 2017માં આવેલા પૂરે આ વિસ્તારોમાં તબાહી મચાવી હતી.

ત્યારે આ વર્ષે વાવના ભટવર ગામમાં કમર સુધી પાણી ભરાવાના કારણે 2017નો નજારો યાદ આવી ગયો હતો. પાણીનો નિકાલ ન થવાના કારણે સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. ગામના 100 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે, તેથી બે વખત રાંધવા અને ખાવાની મોટી સમસ્યા છે.

ગામની બહાર જતા તમામ રસ્તાઓ બંધ છે

હાલમાં વરસાદ બંધ છે છતાં પણ ભટવર ગામમાં હજુ પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે લગભગ ગામની 80 થી 90 ટકા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યાંના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામ થી દેવરવા ગામ જવાનો રસ્તો બધો જ બંધ થઈ ગયો છે. જેથી કરીને ભચલી અને માળકાના ગામના તળાવનું પાણી અમારા ગામમાં ઘૂસી ગયું છે જેથી કરીને પાણી હજુ પણ ઓસરતું નથી. ઘરમાં તેમજ ગામમાં પાણી ફરી વળવાથી લોકોને બહાર જવું શક્ય નથી આથી જીવન જરૂરિયાતની વસ્તુઓની કમી પડી રહી છે. લોકોને રાંધીને ખાવાના ફાંફા પડી રહ્યા છે. આથી ત્યાંની જનતા સરકારને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી રહી છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer