વડોદરાના આ વ્યક્તિને પણ પશ્ચિમ આફ્રિકાના એક દેશમાં બંધક બનાવેલ છે, ટોટલ ૧૬ ભારતીઓ છે એમની કેદમાં…

છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના યુવાન એન્જિનિયરને મુકત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. એન્જીનીયરની પત્નીએ સરકારને ફાસ્ટ એકશન લેવા માટે પત્ર લખીને વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.

આ પ્રકરણની વિગતો એવી છે કે અલકાપુરી વિસ્તારમાં ચીકુવાડીમાં સુવર્ણપુરી સોસાયટીમાં રહેતાં હર્ષવધન શૌચે ફેબ્રૂઆરી માસમાં ઇક્વિટેરીયલ ગિની ખાતે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે હર્ષવર્ધન શૌચેના પત્ની મારી પાસે આવ્યા હતા.તેમના પતિ જે શિપ કંપની માટે કામ કરે છે.

તે કંપની દ્વારા ઇક્વિટેરિયલ ગિનીએ દંડ પણ ભરી દીધો છે. ફસાયેલા 26 પૈકીના અનેક લોકો બીમાર પડી ગયા છે. એક એન્જિનિયરની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય અત્યાર સુધી મદદ કરતું આવ્યું છે. પરંતુ હવે નાઇઝિરીયન નેવીએ તેઓની ડિમાન્ડ કરી હોવાનું હર્ષવર્ધન શૌચેના પત્નીએ જણાવ્યુ છે.

એટલે આ કિસ્સામાં ફાસ્ટ મદદ કરવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. કંપનીએ વીસ લાખ ડોલર દંડ ભરી દીધો છે.જરૂરી પ્રોસીજર પતી ગયો છે છતાં 90 દિવસથી તેમનો છુટકારો થયો નથી અને નાઇજીરીયા હવે 26 જણાંનો કબજો લેવાનું હોવાથી અમારી ચિંતા વધી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer