હિંદુ ધર્મના લોકોને એટલી તો ખબર જ હશે કે ભોળાનાથે ગુસ્સામાં આવીને એમના જ પુત્રનું માથું કાપી નાખ્યું હતું. જયારે શિવજીનો ગુસ્સો ઠંડો થયો તો એમણે ગણેશને ધડ હાથીના બાળકનું લગાવી દીધું હતું. આ એવી વાત છે જેના વિશે લગભગ બધા જાણતા હશે, પરંતુ શું જાણો છો કે ભગવાન શંકર દ્વારા કાપીને નીચે નાખેલું ગણેશજીનું મસ્તક પછી ક્યાં રાખવામાં આવ્યું અને આજના સમયમાં શું તે છે કે નથી. જો નથી તો આજે જાણી લો કે આખરે શિવજીએ ગણેશજીના કાપેલા મસ્તકનું શું કર્યું હતું. શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને હાથીના બચ્ચાનું મસ્તક લગાવવાથી એક નવી ઓળખ તો મળી ગઈ હતી પરંતુ એનું અસલી મસ્તક હજી પણ એક ગુફામાં રહ્યું છે.
માન્યતોની અનુસાર ભોળાનાથે એમના પુત્ર ગણેશના કાપેલા મસ્તકને ઉત્તરાખંડની એક ગુફામાં રાખી દીધું હતું. જણાવી દઈએ કે આ ગુફા ઉત્તરાખંડના પીથૌરાગઢ માં સ્થિત છે, જેને પાતાળ ભુવનેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ વાંચવા મળે છે. કહેવાય છે કે અહિયાં ગણેશજીના કાપેલા મસ્તકની એક મૂર્તિ સ્થાપિત છે જેને આદિગણેશ કહેવામાં આવે છે.
પીથૌરા ગઢની આ ગુફા અત્યાર સુધી અહીયાના લોકોની સાથે સાથે અન્ય દેશોથી આવવા વાળા ભક્તોની પણ આસ્થાનું કેન્દ્ર છે. જણાવી દઈએ કે ગુફા વિશાળકાય પહાડની બાજુમાં ૯૦ ફૂટ અંદર છે. અમુક લોકોનું કહેવું છે કે આ ગુફાની શોધ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
પાતાળ ભુવનેશ્વર નામની આ ગુફામાં ભગવાન ગણેશની કટી શીલા રૂપી પ્રતિમાની છેક ઉપર ૧૦૮ પંખુડી વાળા શવાષ્ટક દળ બ્રહ્મકમળ સુશોભિત છે. કહેવાય છે કે આ બ્રહ્મકમળથી ગણપતિના શિલારુપી મસ્તક પર પાણીના દિવ્ય ટીપાં હંમેશા ટપકતા રહે છે. મુખ્ય ટીપાં આદિ ગણેશના મુખમાં પડતા જોવા મળે છે. એવી માન્યતા પ્રચલીત છે કે આ બ્રહ્મકમળ ભગવાન શિવએ સ્વયં અહિયાં સ્થાપિત કર્યું હતું.
કહેવાય છે અહિયાં પર કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથ ના પણ દર્શન થાય છે. જ્યાં બદ્રીનાથમાં બદ્રી પંચાયતની શીલારૂપ મૂર્તિઓ છે તેમાં યમ-કુબેર, વરુણ, લક્ષ્મી, ગણેશ અને ગરુડ શામિલ છે. અહી તક્ષક નાગની આકૃતિ પણ આ ગુફામાં બનેલી નજર આવે છે. આની ઉપર બાબા અમરનાથની પણ ગુફા છે અને પત્થરની મોટી મોટી જટાઓ ફેલાયેલી છે. તેમજ અહી કાળ ભૈરવની જીભના દર્શન પણ થાય છે, જેના વિશે માન્યતા છે કે જો મનુષ્ય કાળ ભૈરવના મોઢાથી ગર્ભમાં પ્રવેશ કરીને પૂંછ સુધી પહોંચી જાવ તો મોક્ષની પ્રાપ્તિ થાય છે.