વ્યાજના ચક્રમાં ફસાતા પિતા-પુત્રએ કરી આત્મહત્યા, પરિવાર ગુમાવવા ન માંગતા હો તો ઘરની મહિલાઓએ વ્યાજે પૈસા લેતા અટકાવવા જોઈએ….

વ્યાજના વિષ ચક્કરમાં ઘણા પરિવારો બરબાદ થઇ રહ્યા છે, તેમ છતા પણ રેઢીયાળ તંત્રના વાંકે વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. જસદણમાં હજુ છેતરપીંડીથી એક ફોટોગ્રાફરે જીવન ટૂંકાવ્યું તેની ઘટનાની સ્યાહી સુકાઇ નથી. ત્યાં જ જસદણમાં એક પિતા પુત્રે સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે.

જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારપછી બન્ને પિતા-પુત્ર સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઇને ઝેરી દવા ગટગટાવી ગયા હતા.

ત્યારપછી રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા અને તેના ભત્રીજા નીરવને ફોન કરીને જણાવ્યું કે, આપણા છેલ્લા રામ-રામ છે અમે દવા પી લીધી છે. કોલ બાદ નીરવભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બન્નેને તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

જસદણ શહેરમાં વાળંદ તરીકે કામ કરતા અને કોલેજીયન હેર સલૂનની દુકાન ધરાવતા રમેશભાઈ અને સતીષે પોતાની જરૂરિયાત ના કારણે તેઓએ અલગ અલગ 9 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત જરૂરિયા હોવાથી તથા પૈસા મળી નહી રહ્યા હોવાના કારણે ઉંચા વ્યાજે નાણા ઉઠાવ્યા હતા. તે રકમ પરત કરવા માટે પૂરતી કમાણી થતી નહોતી.

આ ઉપરાંત સતત લોકડાઉન અને દુકાન બંધ રહેતા વ્યાજનું પણ વ્યાજ ચડતું જતું હતું જેથી રકમ મોટીને મોટી થતી જતી હતી. જેના પગલે બાપ દિકરાની સ્થિતિ કફોડી બની ગઈ હતી. આ ઉપરાંત નાણા નહી ચુકવી શકવાના કારણે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી શરૂ થઇ હતી. બંને પિતા પુત્રએ આખરે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.

ઘટના અંગે જાણ થતા જ જસદણ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જેમાં પિતા પુત્રએ કરેલી આત્મહત્યા પાછળ 9 જેટલા લોકો સતત વ્યાજ માટે ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું છે. આ 9 લોકોના કોલ રેકોર્ડિંગ પણ તેના મોબાઈલમાંથી મળી આવ્યા હતા. જેના આધારે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે મુજબ 9 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.

વ્યાજખોરોનાં નામ સામે આવ્યા…
મોહમ્મદ ઉફ્રે હુસેન જીણાભાઇ રાઠોડ
સલીમ હબીબ મીઠાણી
ઉદય અશોક ધાંધલ
પોપટ અરજણ સુસરા
જયરાજ બહાદુર ચાવડા
સત્યજિત ઉર્ફે સતુ વાળા
ગૌતમ ભાભલુ ધાંધલ

મૃતકોના ધંધાની દુકાને આવીને ગાળાગાળી કરતા, અને સતત ધમકી આપતા આપતા 9 વ્યાજખોરો પૈકી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જસદણ પોલીસે ઉપર ના તમામ આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જે પૈકી 3 આરોપી પોપટ રજન સુસરા અને મહીપત રાણા અજાણાને, સલીમ મીઠાણીને પકડી પડ્યા હતા. ઉપરાંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer