ગુજરાત પોલીસના કર્મીઓના પગારમાં થયો આટલો વધારો, જાણો હવે કેટલો પગાર મળશે….

પોલીસ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. ત્યારે સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિગતવાર જાણકારી આપી હતી.

તેમણે પગાર વધારાની જાણકારી આપતા જણાવ્યું કે પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર અગાઉ 3 લાખ 63 હજાર હતો જે હવે 4 લાખ 16 હજાર થશે. જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલનો અગાઉ પગાર 4 લાખ 36 હજાર 654 હતો. તે હવે વધી 4,95,394 થયો છે. જ્યારે ASI નો અગાઉ પગાર 5,19,354 હતો, જે હવે વધી 5,84,094 થયો છે. જ્યારે LRDનો અગાઉ પગાર 2,51,100 હતો, જે હવે વધી 3,47,250 રૂપિયા થયો છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી.

ગુજરાત સરકારે હાલ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે 550 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer