મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર, જે અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો માટે સમાચારોમાં રહે છે, તેમણે ફરી એકવાર આવી જ વાત કહી છે. ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, ગૌમૂત્ર એક ઉચ્ચ એન્ટિબાયોટિક છે ,
ભોપાલ સાધ્વી પ્રજ્ઞા એ કહ્યું ગૌમૂત્રના ઉપયોગથી વાયરલ રોગો દૂર થઈ જાય છે. ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરએ જણાવ્યું હતુ કે ગૌ મૂત્ર માં ઘણી એન્ટિબાયોટિક હોય છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.
સાધ્વી પ્રજ્ઞાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ભાજપના સાંસદે કહ્યું કે અમે ગૌમૂત્રને પવિત્ર માનીએ છીએ, ઘણા સંશોધકો એમ પણ કહે છે કે ગૌમૂત્ર માં એન્ટિબાયોટિક હોય છે. સાધ્વી પ્રજ્ઞાના જણાવ્યા મુજબ, સંશોધનના દાવાઓનું અર્થઘટન કરતા, અમને જાણવા મળ્યું કે ગોમુત્રનો ઉપયોગ કરવાથી તમામ ચેપી રોગો મટે છે.
સાધ્વી પ્રજ્ઞાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી કે તેમણે ગૌમૂત્રના ફાયદાઓની ગણતરી કરાવિ હોય. કોરોના સમયગાળાની બીજી લહેર દરમિયાન, ભાજપના સાંસદે કહ્યું હતું કે તેણી કોરોનાથી બચી ગઈ છે કારણ કે તે દરરોજ ગોમુત્રનું સેવન કરે છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના વિડીયો પર લોકોના રીએકશન પણ ઉગ્ર આવી રહ્યા છે. લોકોએ પ્રશ્ન પૂછ્યો કે જો તે એટલો ફાયદાકારક છે તો પછી હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા તેનું સેવન કરવાનું કેમ કહેવામાં આવતું નથી. ફેક્ટચેક નામના યુઝરે કોમેન્ટ કરી હતી કે જો ગૌમૂત્રમાં સોડિયમ, પોટેશિયમ, ક્રિએટિનાઇન, ફોસ્ફરસ જેવા ખનીજ હોય છે,
પરંતુ વિજ્ઞાનિકો તેને સમર્થન આપતાં નથી તો પછી તેને પીવું કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે?. તે જ સમયે, ગુરુપ્રસાદ ઇમર્તિ નામના યુઝર્સ કહે છે કે જો તમે સાચા હોવ તો પણ જાહેર જનતાને કોઈ પણ તથ્ય વગર તેને પીવાની સલાહ આપી શકતાં નથી.