વધુ એક સ્ટારનું અવસાન: 46 વર્ષીય સુપરસ્ટારનું જિમમાં એક્સર્સાઇઝ દરમ્યાન હાર્ટ અટેક આવતા નિધન, 144ની કલમ લાગુ કરી, બધા થિયેટર બંધ, ૐ શાંતિ

થોડાક સમય અગાઉ જ 2 સપ્ટેમ્બરના રોજ બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ-અટેકથી મોત થયું હતું, નાની ઉંમર માં જ નિધન થવાથી બૉલીવુડ જગત શોકમય થઇ ગયું હતું અને તેમના ચાહકો ને પણ જોરદાર આંચકો લાગ્યો હતો,

આજે ભારતે વધુ એક સુપરસ્ટાર હાર્ટ-અટેક ના લીધે ગુમાવ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે તેઓ જિમમાં વર્ક આઉટ કરી રહ્યા હતા અને હુમલો આવતા ઢળી પડ્યા હતા. લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમાર જેમને આખું ભારત સુપરસ્ટાર થી ઓળખે છે,

તેઓ ને આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ડોકટરો એ જાણ કરી કે તેઓ નિધન પામ્યા છે.

પુનિત રાજકુમાર ની તબિયત ઘણી જ નાજુક હતી, આજે સવારે 11.30એ જ્યારે પુનિત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ નાજુક હતી. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી છે. ચાહકો ને નિધન ના સમાચાર મળતા ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

પુનિત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે સમાચાર એજન્સીને કહ્યું હતું, ‘પુનિત રાજકુમારને શુક્રવાર સવારે 11.30 વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.’

પુનિત ના પિતા રાજકુમાર સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા, તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જુલાઈ, 2000માં ચંદન ચોર વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું હતું.

પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer