બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ અશ્લીલ વીડિયો બનાવવા બદલ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રા હાલમાં આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. હવે રાજ કુન્દ્રાને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રાજને 25 ઓગસ્ટ સુધી આ કેસમાં ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી છે. જોકે, તે જેલમાંથી બહાર આવી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાને નવેમ્બર 2020 ના કેસમાં આ વચગાળાનું રક્ષણ મળ્યું છે. આ કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે વચગાળાના જામીન રદ કર્યા હતા, જે બાદ તેમણે ધરપકડમાંથી રાહત મેળવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટિલે કોર્ટમાં કહ્યું છે કે, આ કેસમાં રાજ સાથે જે વ્યક્તિને આરોપી કહેવામાં આવી હતી તે પહેલેથી જ જામીન પર બહાર છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ સામેના આરોપોની સજા 7 વર્ષથી ઓછી છે જેના કારણે તેમને જામીન મળવા જોઈએ.
રાજ કુંદ્રા કેસમાં જસ્ટિસ સંદીપ શિંદેએ રાજ કુંદ્રાને આ કેસમાં 25 ઓગસ્ટ સુધી વચગાળાના જામીન આપ્યા છે. કારણ કે આ કેસમાં આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થવાની છે. રાજે કહ્યું હતું કે તેણે આ કંપનીમાં રોકાણ કર્યું હતું પરંતુ પોર્નોગ્રાફી સાઇટ્સ પર FIR નોંધાયા બાદ ડિસેમ્બરમાં કંપની છોડી દીધી હતી.
રાજના વકીલ પ્રશાંતે અરજીમાં જણાવ્યું છે કે શરૂઆતમાં વેપારી સામે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. તેમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. તેણે પોલીસ પાસે જઈને તેનું નિવેદન પણ નોંધ્યું હતું. પરંતુ તેને ધરપકડનો ડર હતો, જેના કારણે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.