મેષ : આજે વિદ્યાર્થીઓને સફળતા મળશે. મિત્રોની મદદથી પહેલા કોઈને આપેલ પૈસા પરત મળશે. આજે ઉતાવળમાં કોઈપણ ખોટો નિર્ણય લેતા નહીં. આજે કોઈપણ આજાણ્યા વ્યક્તિની વાતોમાં આવી જવું નહીં. કોઈપણ મિત્ર અને સંબંધીને લીધે તણાવમાં રહેશો. જરૂરી કામ મોડા પૂરા થવા પર ગુસ્સો આવશે.
વૃષભ : આજે નાની મોટી યાત્રા થઈ શકે છે. વધારે ગુસ્સો આજે આવી શકે છે. નાની ઉમરના લોકો સાથે વાત કરતાં સાવધાન રહો. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્યને લઈને હેરાન રહેશો. વિદેશી વેપાર સાથે જોડાયેલ લોકોને સારો લાભ મળશે.
મિથુન : પિતા અને વડીલ તરફથી તમને સારો લાભ મળશે. આજાણ્યા લોકોથી આજે બચીને રહેવું. આજે ખર્ચ વધી શકે છે. જોખમ ઉઠાવવાનું સાહસ આજે કરી શકશો. પેન્ડિંગ કામ પૂરા કરવાનો દિવસ. તમારા ઉપરી તમારા કામ પર આજે ખાસ નજર રાખશે. ટીમને સાથે લઈને કામ કરો.
કર્ક : નોકરી અને સ્થાન પરિવર્તનનો યોગ છે. તમારો સ્વભાવ આજે મિત્રો માટે મુશ્કેલી ઊભી કરશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. પૈસા આજે આવશે પણ વધુ અને ખર્ચ પણ એટલો જ વધારે થશે. આજે પક્ષીઓને દાણા ખવડાવો. ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત થશે.
સિંહ : વેપારીઓને આજે લાભ મળશે. વેપાર વધારવા આજે પ્રયત્ન કરો. આજે તમારી લાગણીઓને કાબુમાં રાખો. આર્થિક મુશ્કેલીઓને લીધે આજે કોઈ તમને સંભળાવી જશે. વાદ વિવાદમાં પડવું નહીં. કોઈ જૂનું કામ આજે પૂરું કરી શકશો. માતા પિતાના સ્વાસ્થ્યની મુશ્કેલી ઊભી થશે.
કન્યા : જમીન મિલકતના કામમાં સ્પીડ આવશે. આજે જીવનસાથી પરિવારની જવાબદારી સારી રીતે પૂરી કરશે. પ્રગતિ થશે. આજે ઘરના વડીલો સાથે વાત કે સમજૂતી કરવી થોડી અઘરી થશે. લોકોની મદદ કરો પણ વધુ ઉદાર બનવું તમને મોંઘું પડી શકે છે. તમારા કામ, સાહસ અને સમજદારીના ખૂબ વખાણ થશે.
તુલા : તમારા દ્વારા પ્રોફેશનલ રીતે કરવામાં આવેલ કામથી સિનિયર્સ ખુશ થઈ જશે. જીવનસાથી તરફથી ખૂબ પ્રેમ મળશે. આજે નવા કામ કરવાની રીતને ટ્રાય કરશો. દિવસ દરમિયાન અમુક સમય સચવાશે નહીં પણ તેમ છતાં તમારું કોઈ કામ અટકશે નહીં. નિયમિત કસરત કરવાની આદત પાડો.
વ્રુશિક : આજે ખૂબ જલ્દી પ્રગતિ કરશો. જએ લોકો સાહિત્ય જગત સાથે જોડાયેલ છે તેમની રચનાના વખાણ કોઈ મોટા માથાના વ્યક્તિ કરશે. આજે સંબંધીઓ પાસેથી આર્થિક મદદ મળશે. નવા લોકો સાથે સંબંધ બનાવવા તમારા ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે. સુખ અને સંપત્તિના સાધન વસાવી શકશો.
ધન : આજે ધનલાભના યોગ છે. મહત્વના નિર્ણય લેવામાં બીજા પર નિર્ભર રહેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે ગાયની સેવા કરવી. આજે તળેલી અને મસાલાવાળી વસ્તુઓ ખાવાથી બચવું. કોઈ વ્યક્તિના વ્યવહારથી સ્વાભિમાનને ઠેસ લાગશે.
મકર : આજે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. રાજનીતિ સાથે જોડાયેલ વ્યક્તિઓને આજે નવો અવસર મળશે, સફળતા મળશે. સાંજે લવ લાઈફમાં નવી ઉર્જા આવશે નવા મિત્ર બનાવવી શકશો. આર્થિક રીતે મિત્રો, પાડોશી મદદ કરશે. કોઈપણ વધારાના વાદ વિવાદથી બચો.
કુંભ : નોકરીમાં આજે પ્રમોશન અને પગાર વધારાનો ચાન્સ છે. આજે કામ વધારે હોવાથી પરિવારને સમય ઓછો આપી શકશો. આજે કોઈપણ લેવડ દેવડમાં ઉતાવળ કરવી નહીં. કરિયરમાં અમુક નવા ચાન્સ મળશે. સંતાનને કરિયરના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે.
મીન : આજે તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. સમયની અનુકૂળતાનો લાભ લેવો. વિદ્યાર્થીને આજે કેટલાક પરિવર્તનનો સામનો કરવો પડશે. રચનાત્મક કામમાં આજે ભાગ લઈ શકશો. ઘરની બહાર આજે તમારું માન સન્માન થશે. પરિવારના સહયોગથી આજે અઘરું કામ સરળ બનશે.