મેષ : આજે નાણાંકીય દ્રષ્ટિએ સારો દિવસ. કોઇની સામે કશું બોલતા પહેલા વિચાર કરો. તમારી વાતો કોઈને ઠેસ પહોંચાડી શકે છે, આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. માતા પિતાનો સહયોગ તમને મળશે. પારિવારિક જીવન આજે થોડું મુશ્કેલ બની શકે છે.
વૃષભ : રમત ગમત સાથે જોડાયેલ વ્યક્તિને પોતાની પ્રતિભા બતાવવાનો ચાન્સ મળશે. આજે પરિવાર સાથે સમય પસાર કરી શકશો. તમારા વડીલ અને વૃધ્ધોની તબિયતનું આજે ધ્યાન રાખો. વિદ્યાથીઓ આજે સારું પ્રદર્શન કરી શકશે. આજે તમારો સારો વ્યવહાર ખુશી આપશે અને તમને કરિયરમાં આગળ વધવા મદદ કરશે.
મિથુન : આજે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ટ્રાવેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને અચાનક ધનલાભ થશે. નોકરી કરતાં મિત્રોને કોઈ મોટો નિર્ણય લેવાની જરૂર પડશે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે આમ થવાથી ઘરમાં સુખની અનુભૂતિ થશે.
કર્ક : આજે બધી ચિંતાઓ દૂર થશે. પારિવારિક જીવનમાં સ્થિતિ ઉતારચઢાવ વાળી રહેશે. દરરોજની જરૂરતોને પૂરી કરવામાં આજે નિષ્ફળતા મળશે. ઘરમાં વાતાવરણ થોડું તંગ રહેશે. તમારા નજીકના સંબંધી કે મિત્રની મદદ લઈ શકો છો. આજે બીજાનું કામ કરવામાં દિવસ પૂરો થઈ જશે.
સિંહ : આજે મિત્રો સાથે કોઈ બાબત પર વાતચીત કરી શકશો. બગડેલ જૂના સબંધો ફરી સારા થઈ શકશે. વેપારને લગતા જએ પણ નિર્ણય હશે તે તમારી તરફેણમાં આવશે. પેટ સંબંધિત તકલીફ આજે થઈ શકે છે. ઓફિસમાં આજે કામ વધારે હોવાથી તણાવ રહેશે.
કન્યા : સંબધોને વધુ સારા બનાવવા માટે પ્રયત્ન કરો. આયોજન બનાવીને જ કામ કરો. આજે કોઈ નજીકના વ્યક્તિ સાથે મન મોટાવ થઈ શકે છે. આજે વાણી વ્યવહારમાં પણ સાવચેતી રાખવી એવું ના બને કે તમારે પછી પસ્તાવો થાય. તમારા કામથી તમને સ્ટેસનો અનુભવ થશે.
તુલા : આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે. તમારા પરિવારને તમારી તકલીફ જણાવો અને તેમની પાસેથી સલાહ સૂચન લેવાનું રાખો. સમયનો સારો ઉપયોગ કરો. જમીન અને ઘર સંબંધિત કામમાં સફળતા મળશે. વેપારીને આવકના નવા સ્ત્રોત મળશે.
વ્રુશિક : આજે તમારા પૈસા પર તમારું ધ્યાન રાખો. તમારા વધારાના ખર્ચને આજે કંટ્રોલ કરવાની જરૂરત છે. તમારું મન અશાંત હશે. ઓફિસનું કામ અને તણાવ ઘરે લાવી ઘરનું વાતાવરણ બગડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ દૂર થશે. કામની બાબતમાં યાત્રા થઈ શકશે.
ધન : રાજનીતિમાં જવા માંગતા મિત્રોને સારા સમાચાર મળશે. પરિવારમાં રહેલ વડીલોની તબિયત ઉપર નીચે રહેશે. આજે તમને પેટનો દુખાવો પણ હેરાન કરી શકશે. પૈસાને લઈને ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત થશે. આજે કોઈ અજાણ્યાની વાતમાં આવી જઈને કોઈપણ ઉતાવળે નિર્ણય લેવો નહીં.
મકર : નવા કોન્ટ્રાક્ટ મળવાથી પૈસાની આવક વધશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ મિત્રો માટે આજે સારો દિવસ. આજે આવક વધવાના કેટલાક સરળ અને અઘરા રસ્તા તમારી સામે આવશે. પૈસા કમાવવાની કોઈપણ તક જતી કરશો નહીં. તમારા અટકેલા કામ સરળતાથી પાર થશે.
કુંભ : ધીરજથી કામ કરવાનો દિવસ. યોગ્ય જગ્યાએ કરેલ ઇન્વેસ્ટમેન્ટ તમને ધનલાભ અપાવશે. કોઈપણ કામમાં તમારા જીવનસાથીની મદદ મળશે. તમારા ભવિષ્ય વિષે હવે પ્લાનિંગ કરવાનો સમય આવી ગયો છે. દરરોજ કરતાં સ્વાસ્થ્ય થોડું ઉપર નીચે રહેશે. આજે પેટની સમસ્યા તમને હેરાન કરશે.
મીન : આજે કામમાં મોડું થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ થોડો મુશ્કેલ ભરેલો રહેશે. ધીરજથી આજે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરો. આજે દિવસ સામાન્ય રહેશે. નવા મિત્રો સાથે મુલાકાત થશે. સામાજિક કામમાં મન લાગશે. તમારા બાળકોના ભણવા પર ધ્યાન આપી શકશો.