રાત્રે સુતા પહેલા એક ચપટી ખાઈ લો આ વસ્તુ.. પેટની દરેક સમસ્યાનો આવશે અંત

સામાન્ય રીતે ભારતના લગભગ દરેક ઘરમાં હિંગનો ઉપયોગ દાળ અને શાકમાં થયો હોય છે. તેને વઘારણીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંગ ફેરુલા ફોઈટીસ નામના એક છોડનો ચીકણો રસ છે. આ છોડ ૬૦ થી ૯૦ સે.મી. જેટલો મોટો હોય છે.

આ છોડ ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન, બલુચિસ્તાન, કાબુલ અને ખુરાસનના પર્વતીય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થાય છે. હિંગ કેવી રીતે એ પણ તમને જણાવી દઈએ. તો હિંગના છોડના પાંદડા અને છાલમાં થોડો ઘા લાગવાથી અંદરથી દૂધ નીકળે છે, અને તે દૂધ ઝાડ ઉપર સુકાઈને ગુંદર બની જાય છે.

હિંગ બનાવવા માટે તેના રસને પાંદડા કે છાલમાં રાખીને સુકવી દેવામાં આવે છે. સુકાયા પછી તે હિંગ તરીકે ઓળખાય છે. પરંતુ વૈધ લોકો જે હિંગ ઉપયોગમાં લે છે. તે હીરા હિંગ હોય છે અને તે સૌથી સારી હોય છે. આપણા દેશમાં તેનો ઘણો ઉપયોગ થાય છે.

જણાવી દઈએ કે હિંગ ઘણા બધા રોગોનો નાશ કરે છે. અને આપણા વૈધોના જણાવ્યા અનુસાર હિંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકી લેવી જોઈએ. બજારમાં ચાર પ્રકારની હિંગ જોવા મળે છે, જેમ કે ક્ન્ધારી હિંગ, યુરોપીય વાણીજ્યની હિંગ, ભારતવર્ષીય હિંગ, વાપીડ હિંગ. તો ચાલો આજે અમે તમને હિંગના પાણી વિષે જણાવીએ છીએ જેને પીવાથી તમને ઘણા ફાયદા થશે.

આપણા દેશમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે હિંગ ઘણા બધા રોગોનો નાશ કરે છે. અને આપણા વૈધોના જણાવ્યા અનુસાર હિંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકી લેવી જોઈએ. બજારમાં ચાર પ્રકારની હિંગ જોવા મળે છે,

જેમ કે ક્ન્ધારી હિંગ, યુરોપીય વાણીજ્યની હિંગ, ભારતવર્ષીય હિંગ, વાપીડ હિંગ. તો ચાલો આજે અમે તમને હિંગના પાણી વિષે જણાવીએ છીએ જેને પીવાથી તમને ઘણા ફાયદા થશે. અપચો થવા પર હિંગ, નાની હરડે, સિંધાલુ મીઠું, અજમો સરખા ભાગે લઈને વાટી નાખો. એક ચમચી દરરોજ ત્રણ વાર ગરમ પાણી સાથે લો. તેનાથી પાચન શક્તિ સારી થઇ જાય છે.

અમે તમને જણાવી દઈએ કે, હિંગના પાણીમાં ઈમ્ફ્લેમેન્ટ્રી પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે હાડકાને મજબુત કરે છે. તેમજ હિંગમાંથી મળતા ઓસ્કીડેટસ આપણા દાંતોને હેલ્દી અને સ્ટ્રોંગ બનાવે છે. તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો જમ્યા પહેલા ઘી માં વાટેલી હિંગ અને આદુનો એક ટુકડો, માખણ સાથે લો. તેનાથી ભૂખ ખુલીને આવવા લાગશે.

હિંગ એવી વસ્તુ છે કે, એને ખાવામાં નાખીને ખાવી હોય કે પાણીમાં નાખીને પીવી હોય તે બંને રીતે તમારા શરીર માટે ગુણકારી સાબિત થાય છે. અને હિંગનું પાણી શરીરમાં બ્લડપ્રેશરને પણ કાબુમાં રાખે છે. માઈગ્રેનના દુઃખાવા અને દાંતના દુઃખાવામાંથી પણ હિંગનું પાણી રાહત અપાવે છે.

તેમાં એન્ટીઓક્સીડેટસ અને દર્દ નિવારક તત્વ રહેલા હોય છે, જે દુઃખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. દાંતોમાં જીવાત પડી ગઈ હોય તો હિંગને થોડી ગરમ કરીને જીવાત પડેલા દાંત નીચે દબાવીને રાખો. તેનાથી દાંત અને પેઢાના જીવાણુઓ મરી જાય છે.

ઘા કે વાગવા ઉપર ઘી કે તેલ સાથે હિંગનો લેપ કરવાથી લાભ થાય છે. તેમજ હિંગને કાનમાં નાખવાથી કાનમાં અવાજનું ગુંજવું અને બહેરાશ દુર થાય છે. હિંગ ઝેરનો પણ નાશ કરે છે. હવાથી થતી બીમારીઓ પણ હિંગ મટાડે છે. હિંગ હળવી તેજ અને રૂચી વધારવાવાળી છે. હિંગ શ્વાસની બીમારી અને ખાંસીને દુર કરે છે. એટલા માટે હિંગ એક ગુણકારી ઔષધ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer