રાવણને પોતાના બળ પર ખુબજ ઘમંડ હતો. અને એ ઘમંડ ના કારને બુદ્ધિમાન રાવણ પણ ક્યારેક ક્યારેક મૂર્ખતા પૂર્ણ વ્યવહાર કરતો હતો. એક વાર આ ઘમંડ ના કારણે રાવણે શિવજીના અગ્યારમાં રુદ્ર અવતાર નાન્દીનું અપમાન કર્યું હતું.
એક સમય ની વાત છે જયારે નંદી કૈલાસ પર્વત પર વાનર નું મુખ ધારણ કરી દ્વારપાલ બની ને બેઠો હતો. અને એ સમયે રાવણ ત્યાં આવ્યો. જયારે નંદી એ રાવણ ને રોક્યો તો રાવણે નંદીના વાનર મુખ નું ઉપહાસ કર્યું અને તેની મજાક ઉડાવી. આ વાત નંદી કેશવર ને ખુબજ ખરાબ લાગી.
ત્યાર બાદ જયારે શ્રી રામ પ્રભુ એ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો તો એ સમયે શિવજી ના અંશ થી હનુમાનજી એ અગ્યારમાં રુદ્રના રૂપના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો. વાસ્તવમાં નંદી અને હનુમાનજી બંને શિવજીના જ સ્વરૂપ છે. રાવણે નાન્દીનું અપમાન કર્યું હતું અને આ રીતે નાન્દીનું અપમાન કરીને શિવજી નું પણ અપમાન કર્યું હતું.
આ કારણ થી હનુમાનજી એ વાનર રૂપમાં જન્મ લીધો હતો જેથી રાવણે શિવજીના જે રૂપ નું અપમાન કર્યું હતું એ જ રૂપ રાવણ ના ઘમંડને તોડી નાખે અને એ માટે જ રાવણ ની લંકા માં સૌથી પહેલા હનુમાનજી ગયા. અને તેણે શ્રી રામ ની પહેલા રાવણ ને પોતાની શક્તિનો પરિચય આપીને એ વાત જણાવી દીધી કે રાવણ નો અંત હવે બિલકુલ નજીક છે.