રેમો ડિસોઝાની પત્ની લિઝેલની જૂની તસ્વીર જોઇને પહેલી નજરે નહિ ઓળખી શકો, જુઓ ટ્રાન્સફોર્મેશન જર્નીની તસવીર…

કેટલાક લોકો માટે વજન ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ બાબત છે. લોકો ઘણો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ સરળતાથી વજન ઘટાડી શકતા નથી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાનું વજન ઘટાડીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

આ સાથે, તેની વજન ઘટાડવાની મુસાફરી શેર કરીને, તેણે એમ પણ કહ્યું કે જો તમે તમારા મન સાથે નિશ્ચિત છો, તો કંઈપણ અશક્ય નથી. હવે તાજેતરમાં જ પ્રખ્યાત કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝાની પત્નીએ પણ પોતાનું વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)


રેમોએ તેની પત્ની લિઝેલની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો નવો અવતાર જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. રેમોએ તેની પત્નીની બે તસવીરો શેર કરી છે જેમાં તે એકમાં ખૂબ જ ભારે દેખાય છે અને બીજી તસવીરમાં તે ખૂબ જ સ્લિમ દેખાઈ રહી છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી, તેમની આ પોસ્ટ પર લાઈક્સ નો વરસાદ થઇ રહ્યો છે.

રેમોએ ખુદ તેની પત્નીની વજન ઘટાડવાની સફરની પ્રશંસા કરી છે. તેણે લખ્યું, ‘અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે પરંતુ સૌથી મોટી લડાઈ તમારી પોતાની સાથે લડવી પડે છે અને મેં મારી પત્નીને આ યુદ્ધ લડતિ અને અશક્ય વસ્તુઓને શક્ય બનાવતો જોય છે’.

રેમોએ લખ્યું, ‘હું હંમેશા કહેતો હતો કે તે તમારા મનમાં છે, તમારે તમારી જાતને મજબૂત કરવી પડશે અને લિઝ તે કરી લીધું છે. મને તાંરા પર ગર્વ છે. તું મારા કરતા વધુ મજબૂત છો અને મને તારી પાસેથી પ્રેરણા મળે છે. લવ યુ ‘. નોંધપાત્ર વાત એ છે કે, લિઝની બંને તસવીરોમાં જમીન અને આસમાનનો ફેર દેખાય છે.

સેલેબ્સ તેની આ પોસ્ટ પર પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. વરુણ ધવને લખ્યું – વાહ લિઝ. આમિર અલીએ લખ્યું – ખૂબ સરસ લિઝ. માહી વિજ, સાકિબ સલીમ બધા લિઝેલના વજન ઘટાડવાના વખાણ કરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer