બહાર જતા પહેલા આ વાત જાણવી ખુબ જરૂરી; આજથી ગુજરાતમાં રીક્ષા ચાલકોની હડતાલ, નહિ મળે રીક્ષા…

ગુજરાત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવવધારા વિરોધી સમિતિ દ્વારા CNGનો ભાવવધારો પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પર ઊતરશે.

આ હડતાળમાં જોડાવા અંગે રિક્ષાચાલક યુનિયનમાં પણ આંતરિક વિખવાદ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.

રિક્ષાચાલકોની હડતાળ આ મામલે અમદાવાદના જૂના સર્કિટ હાઉસ ખાતે રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની પણ બેઠક યોજાઇ હતી. 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પણ દર્શાવ્યો હતો. રિક્ષાચાલક સમિતિએ દાવો કર્યો છે કે આંદોલનમાં 15 લાખ કરતાં વધારે રિક્ષાચાલકો અને 50 હજાર જેટલા ટેક્સીચાલકો જોડાઇ શકે છે.

CNG માં પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે વગેરે જેવી માંગો સાથે તેઓ હડતાલ પર ઉતર્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer