આ કોઈ સમાન્ય વૃક્ષ નથી તેની ઉત્પત્તિ પાછળ એક પૌરાણિક કથા છે જે પુરાણોમાં પણ કહેવામાં આવી છે. તેનો સબંધ ભગવાન શિવ સાથે છે. રુદ્રાક્ષ શબ્દ રુદ્ર અને અક્ષ મળીને બનેલો શબ્દ છે. તેનો મતલબ થાય છે રુદ્ર ના આંસુ.
ભગવાન શિવ નું જ બીજું નામ છે રુદ્ર અને તેમના આંસુ થી બન્યું છે રુદ્રાક્ષ. શિવ પૂજામાં રુદ્રાક્ષનું ખુબજ મહત્વ છે. રુદ્રાક્ષ સાથે જોડાયેલ કથા: એક વાર ઘણા હજારો વર્ષ સુધી ભગવાન નીલકંઠ ઘોર તપસ્યામાં લીન હતા.
જયારે તેમની આખો ખુલી તો એમનું મન દુખી થયું. તેમની આખો માંથી આંસુના ટીપા ધરતી પર પડવા લાગ્યા. જ્યાં જ્યાં તેમના આંસુ પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ ઉગી નીકળ્યા. આવી રીતે આપણે આપને જે રુદ્રાક્ષ ની માળા પહેરીએ છીએ એ એજ વૃક્ષ માંથી ઉત્પન્ન થયેલ છે.
શિવ અને રુદ્રાક્ષનો ખુબજ ઊંડો સબંધ છે : ભગવાન શિવના રૂપને જોતા તમે એ જાણશો કે તેમના શરીર પર ફક્ર બે વસ્તુઓ ના જ આભુષણ જોવા મળશે. ભોલાનાથ ના એક આભુષણ છે નાગ અને બીજું છે રુદ્રાક્ષ ની માળા.
શિવજીએ તેને પોતાના બન્ને હાથમાં, ગાળામાં ને માથા પર બાંધીને રાખી છે. શિવ મંત્રના જાપ માં સૌથી મુખ્ય છે રુદ્રાક્ષ : જો તમે ભગવાન શિવ ને પ્રસન્ન કરવાના ઉપાય જાણો છો તો તેમાથી એક છે મંત્ર જાપ ની સાચી વિધિ.
ભોલાનાથ ને ખુશ રાખવા માટે એકાગ્ર મનથી કરેલા મંત્ર નો જાપ કરવાથી ભોલાનાથ ને પ્રસન્ન કરી શકાય છે. જો શિવના મંત્ર નો રુદ્રાક્ષની માળા સાથે જાપ કરવામાં આવે તો આશુતોષ ભગવાનની કૃપા આપના પર બની રહે છે.
કેટલા પ્રકારના રુદ્રાક્ષ હોય છે: રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છે એના વિશે આપને શિવ પુરણ માં વિદ્યેશ્વર સંહિતામાં રુદ્રાક્ષના ૧૪ પ્રકાર જણાવેલ છે, એ દરેક માં તફાવત તેમના મુખ ના આધાર પર નક્કી કરવામાં આવે છે.
આ એકમુખી રુદ્રાક્ષ, બે મુખી રુદ્રાક્ષ થી લઈને ૧૪ મુખી સુધી હોય છે. અને આ દરેક પ્રકારના રુદ્રાક્ષનું ફળ અને મહત્વ અલગ અલગ હોય છે. સૌથી વધુ એક મુખી રુદ્રાક્ષ ની માન્યતા છે. અસલી એકમુખી રુદ્રાક્ષ મળવો ખુબજ દુર્લભ છે.