જાણો રુદ્રાક્ષનું ધાર્મિક મહત્વ અને તેને ગ્રહણ કરવાથી થતા ફાયદા

રુદ્રાક્ષથી યાદશક્તિ વધે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, ધાર્મિક મહત્વ ઉપરાંત રુદ્રાક્ષના ઘણા ફાયદા છે. ભારતીય સંસ્કૃતિમા રુદ્રાક્ષનું ઘણું મહત્વ છે. માનવમાં આવે છે કે રુદ્રાક્ષ વ્યક્તિને દરેક પ્રકારની હાનિકારક ઉર્જાથી બચાવે છે. આનો ઉપયોગ માત્ર તપસ્વીઓ જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ પણ કરે છે. રુદ્રાક્ષની માળા પહેરવાનું ધાર્મિક મહત્વ તો છે જ પણ સાથે વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે. તેને પહેરવાથી શરીરમાં હકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

રુદ્રાક્ષનું ધાર્મિક મહત્વ : વિદયેશ્વર સંહિતા ભગવાન શિવ સાથે સંબંધિત છે. આ સંહિતામાં ભગવાન શિવની પૂજા, ઉપાસના અને તેની સાથે જોડાયેલી વસ્તુઓનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ભસ્મથી લઈ રુદ્રાક્ષનું મહત્વ જણાવવામાં આવ્યું છે. 

રુદ્રાક્ષની ઉત્પતિ વિશે ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે :
रुद्रस्य अक्षि रुद्राक्ष:, अक्ष्युपलक्षितम्अश्रु, तज्जन्य: वृक्ष:। એટલે કે ‘રુદ્ર’નો અર્થ શિવ અને ‘અક્ષ’નો અર્ધ આંખ કે આત્મા છે. ત્રિપુરાસુરને  ભસ્મ કર્યા પછી ભોળાનાથનું હ્રદય દ્રવિ ઉઠ્યું અને તેમની આંખમાંથી આંસુ ટપકી પડ્યું. આંસુ જે જગ્યાએ પડ્યું ત્યાં રુદ્રાક્ષનું વૃક્ષ ઊગ્યું. ભગવાન શિવ સાથે જોડાયેલ હોવાથી રુદ્રાક્ષને પવિત્ર માનવમાં આવે છે. ઉપનિષદમાં રુદ્રાક્ષને શિવનું નેત્ર કહેવામાં આવ્યું છે. જેને ધારણ કરવાથી બધા પાપો નષ્ટ થાય છે અને અનેક ગણુ પુણ્ય મળે છે. રુદ્રાક્ષમાં હ્રદય સંબંધી વિકારોને દૂર કરવાની અદભુત ક્ષમતા છે.

રુદ્રાક્ષ બૌદ્ધિક ક્ષમતાને સારી બનાવે છે : વૈજ્ઞાનિકો મુજબ રુદ્રાક્ષમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ગુણોના લીધે અદભુત શક્તિ હોય છે. તેની ઔષધીય ક્ષમતા વિદ્યુત ચુંબકીય પ્રભાવથી ઉત્પન થાય છે.
ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડોક્ટર ડેવિડ લીના જણાવ્યા મુજબ રુદ્રાક્ષ વિદ્યુત ઉર્જાના સંગ્રહ કરે છે. જેનાથી તેમા ચુંબકીય ગુણ વિકસિત થાય છે. આ ઉર્જા મસ્તિષ્કના અમુક કેમિકલ્સને પ્રોત્સાહિત કરે છે જેનાથી શરીરમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદો થાય છે. કદાચ આ કારણથી જ રુદ્રાક્ષનો શરીરને સ્પર્શ થવાથી વ્યક્તિને સારું લાગે છે.

રુદ્રાક્ષ બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને સારી બનાવે છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી ચિંતા અને તણાવ સંબંધી પરેશાની દૂર થાય છે. ઉત્સાહ અને ઉર્જામાં વધારો થાય છે. લોહીનું પરિભ્રમણ અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer