રુકમણી સિવાય શ્રીકૃષ્ણ એ કર્યું હતું આ રાજકુમારીનું પણ હરણ, પછી એની સાથે કર્યા હતા લગ્ન 

મિત્રવિંદા અને શ્રીકૃષ્ણના વિવાહના સંબંધમાં બે કથાઓ મળે છે. પહેલી કથાની અનુસાર મિત્રવિંદા પણ રૂક્ષમણીની જેમ મનમાં જ શ્રીકૃષણ સાથે પ્રેમ કરવા લાગી હતી. એના ભાઈ વિંદ અને અનુવિંદ એના વિવાહ દુર્યોધન સાથે કરવા માંગતા હતા.

એના માટે એમણે રીતી રીવાજની અનુસાર સ્વયંવરનું આયોજન કર્યું અને બહેનને સમજાવ્યા કે વરમાળા દુર્યોધનના ગળામાં જ નાખો.   કહેવાય છે કે શ્રીકૃષણ અને મિત્રવિંદા ને પહેલાથી જ પ્રેમ હતો. છેલ્લે કૃષ્ણ પણ મિત્રવિંદાના સ્વયંવરમાં પહોંચ્યા અને જયારે કૃષ્ણને આ વાતની ખબર પડી કે જબરદસ્તીથી દુર્યોધનના ગળામાં વરમાળા નાખવામાં આવશે

તો એમણે ભરી સભામાં મિત્રવિંદાનું હરણ કર્યું અને વિંદ તેમજ અનુવિંદ ને હરાવી મિત્રવિંદા ને દ્વારિકા લઇ ગયા. ત્યાં એમણે વિધિવત રૂપથી મિત્રવિંદા સાથે વિવાહ કર્યા. બીજી કથાની અનુસાર વિંદ અને અનુવિંદએ સ્વયંવર આયોજિત કર્યું તો આ વાતની ખબર બલરામને પણ પડી.

સ્વયંવરમાં સંબંધી હોવાને કારણે પણ ભગવાન કૃષણ અને બલરામને નોતરું આપ્યું ન હતું. બલરામને આ વાત પર ગુસ્સો આવ્યો. બલરામે કૃષ્ણને કીધું કે સ્વયંવર તો એક ઢોંગ છે. મિત્રવિંદાના બંને ભાઈ એના વિવાહ દુર્યોધનની સાથે કરવા માંગતા હતા. દુર્યોધન પણ આવું કરીને એમની શક્તિ વધારવા માંગતા હતા.

યુદ્ધમાં અવંતિકાના રાજા દુર્યોધનને જ સમર્થન આપશે. બલરામે કૃષ્ણણે એ પણ કીધું કે મિત્રવિંદા તો તમારી સાથે પ્રેમ કરે છે તો પછી તમે કેમ કંઈ કરતા નથી? આ સાંભળી ભગવાન કૃષ્ણ એમની બહેન સુભદ્રાની સાથે અવંતિકા પહોંચ્યા. એની સાથે બલરામ પણ હતા.

એમણે સુભદ્રાને મિત્રવિંદા ની પાસે મોકલ્યા એ ચકાસવા માટે કે મિત્રવિંદા એને પ્રેમ કરે છે કે નહિ. મિત્રવિંદા એ સુભદ્રાને એમની મનની વાત કઈ દીધી. મિત્રવિંદાના પ્રેમની ચકાસણી થયા બાદ કૃષ્ણ અને બલરામ એ સ્વયંવર સ્થળ પર હલ્લાબોલ મચાવી દીધી અને મિત્રવિંદાનું હરણ કરીને લઇ ગયા.

આ દરમિયાન એને દુર્યોધન, વિંદ અને અનુવિંદ સાથે યુદ્ધ કરવું પડ્યું. બધાને હરાવ્યા પછી તે મિત્રવિંદાને દ્વારિકા લઇ ગયા અને ત્યાં જઈને એમણે વિધિવત વિવાહ કર્યા. મિત્રવિંદા અને કૃષ્ણના ૧૦ પુત્ર અને ૧ પુત્રી હતી.

દશ પુત્રોના નામ- વૃક, હર્ષ, અનીલ, ગૃધ, વર્ધન, આનંદ, મહાશ, પાવન, વહી અને ક્ષુધિ. પુત્રીનું નામ શુચિ હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણ ના દેહત્યાગ પછી મિત્રવિંદા સતી થઇ ગઈ હતી. પછી એના પુત્ર અર્જુનની સાથે હસ્તિનાપુર જતા સમયે રસ્તામાં લુટારુ દ્વારા માર્યા ગયા હતા.

કહેવાય છે કે મિત્રવિંદા કૃષ્ણની ફઈ રાજ્યાધીદેવીની કન્યા હતી. રાજ્યાધીદેવીની બહેન કુંતી હતી. એનો મતલબ એ કે મિત્રવિંદા શ્રીકૃષ્ણની પિતરાઈ બહેન હતી. મિત્રવિંદા અવંતિકા ના રાજા જયસેનની પુત્રી અને વિંદ તેમજ અનુવિંદની સગી બહેન હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer