મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ આજે બપોરે બે વાગ્યાની આસપાસ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. શપથવિધિમાં રાજ્યપાલ , અમિત શાહ તેમજ ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
શપથ વિધી પુરી થયા બાદ જ્યારે વિજય રૂપાણીએ પત્રકારો સાથે મુલાકાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે સીએમ નું પદ છોડવું એ મારા માટે જરા પણ અઘરું નહોતું કારણ કે એ શાશ્વત નથી. અને મને પદનો કોઈ પણ મોહ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી આરંભેલા વિકાસની પ્રક્રિયા ભુપેન્દ્ર પટેલ આગળ વધારશે. તેમણે કહ્યું હતું કે મને મારી દીકરી ઉપર ગર્વ છે અને કાલે એની સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી પોસ્ટ વાંચી.
મને પાર્ટી જે કંઈ પણ કામગીરી શોપશે છે તે હું મારી પૂરી નિષ્ઠાથી બજાવીશ. અત્યાર સુધી મે સામાન્ય નાગરિકો વચ્ચે રહીને કામ કર્યું છે અને હવે પણ સામે નાગરિક વચ્ચે રહીને કામ કરીશ. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલ રાંજીનમાં એ સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
આનંદીબહેન પટેલની હાકલ પટ્ટી કરીને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદી પર આવેલા વિજય રૂપાણીના રાજીનામાંના કારણો માં કોરોના મા સરકારની નિષ્ફળતા , પટેલ સમાજનો રોષ અને ભાજપના આંતરિક સંગઠનમાં વિખવાદ જેવા કારણો મુખ્ય હતા.