જાણો સાળંગપુર હનુમાન મંદિર વિશે જે કષ્ટભંજન હનુમાન તરીકે પણ ઓળખાય છે

સાળંગપુર હનુમાન મંદિર, જેને આપણે કષ્ઠભંજન હનુમાન તરીકે પણ ઓળખીએ છીએ. અમદાવાદથી ભાવનગર જતા ૧૭૫ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલ છે. આ મંદિરે દરરોજ ૫૦૦૦થી પણ વધુ ભક્તો દર્શન કરવા માટે આવે છે. જો તમે પણ આ મંદિરે જવાનું વિચારો છો તો તમારે આ જગ્યાએ બીજું શું જોવા જેવું છે અને ક્યાં રોકાવાનું એવી જરૂરી માહિતી તમને જણાવી રહ્યા છીએ.બોટાદના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુરના આ કષ્ટભંજન મંદિરનું સંચાલન એ સ્વામીનારાયણ વડતાલના વર્તમાન અધ્યક્ષ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવે છે.

આ મંદિરની સ્થાપના એ ગોપાલાનંદ સ્વામીએ ૧૯૦૫માં કરી હતી. એક સમય હતો જયારે અહિયાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે કોઈપણ સંત એ અહિયાં આવતા હતા નહિ એટલા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાત તો એવી પણ સંભાળવામાં આવી છે કે ગોપાલાનંદજીએ હનુમાનજીને આ ગામના દરેક કષ્ઠ દૂર કરી દેવા માટેના આશીર્વાદ પણ માંગ્યા હતા.

સ્વામીનારાયણ ભગવાને પોતાના જીવનનો થોડો સમય અહિયાં પણ વિતાવ્યો હતો. આ હનુમાનજી મંદિરની પાસે જ એક ભવ્ય સ્વામિનારાયણ મંદિર પણ આવેલ છે. અહિયાં આવેલ નારાયણ કુંડ માટે એવું માનવામાં આવે છે કે આ નારાયણ કુંડમાં સ્વામીનારાયણ ભગવાન એ સ્નાન કરતા હતા. આ કુંડના પાણીને પ્રસાદી સ્વરૂપે પણ લેવામાં આવે છે. અહિયાં તમે જો દર્શન કરવા જવા માંગતા હોવ તો શનિવાર અને મંગળવારે જઈ શકો છો એ દિવસનું આગવું મહત્વ હોય છે. એ સમયગાળા દરમિયાન અહિયાં ૩૫૦૦૦ જેટલા ભક્તો આવે છે.

મંદિરના પરિસરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં એવી ઘણી વસ્તુઓ રાખવામાં આવેલ છે જે તમે પણ દર્શન કરી શકો છો એવું જાણવામાં આવ્યું છે કે આ વસ્તુઓનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણ કરતા હતા. પરિસરમાં એક કૂવો આવેલ છે જેનું ઢાંકણું એ પિત્તળનું છે આજે પણ એ જ કુવાના પાણીથી હનુમાનજીને અભિષેક કરવામાં આવે છે. આની સાથે તમે ત્યાં પ્રસાદીનો ચોરો પણ જોઈ શકશો. અહિયાં એક ગૌશાળા પણ આવેલ છે ત્યાંની ગાયો જે પણ દૂધ આપે છે તે દૂધનો ઉપયોગ એ ભોજનાલયમાં કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ કે સમૂહ દુરથી આવતા હોય છે તો તેઓ માટે અહિયાં રહેવા અને જમવાની સુવિધા પણ આપેલ છે. અહિયાં રહેવા માટે જે ધર્મશાળા બનાવવામાં આવી છે એ બહુ સુવિધાયુક્ત છે. અહિયાં ૫૩૦ જેટલા એસી અને નોનએસી રૂમો બનાવવામાં આવ્યા છે. સારી વાત એ છે કે અહિયાં ભોજનશાળામાં જે ભોજન આપવામાં આવે છે તેના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સાથે સાથે સવારે અને સાંજના સમયે અહિયાં ચા-નાસ્તાની પણ સુવિધા આપવામાં આવે છે.જો તમે અહિયાં જઈ જ રહ્યા છો તો પછી અહિયાં નજીકમાં ભાવનગરનું ખોડીયાર મંદિર આવેલ છે અને સાથે સાથે તખ્તેશ્વરમંદિર, નિષ્કલંક મહાદેવ મંદિર. આદિશ્વર મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer