ક્રિસમસ વર્ષનો છેલ્લો અને સૌથી મોટો તહેવાર છે, એજ કારણ થી આખી દુનિયામાં આ તહેવાર ખુબજ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ૨૫ ડિસેમ્બરે પ્રભુ ઇસા મસીહનો જન્મ થયો હતો. અને ત્યારથી તેમના જન્મ દિવસના રૂપમાં આ દિવસ ઉજવવામાં આવે છે, પ્રભુ ઈસા મસીહનો જન્મ દિવસ ઉજવવા માટે લોકો પોતાના ઘરને શણગારે છે અને કેક કાપીને એક બીજાને શુભકામના પાઠવે છે. એવામાં હંમેશા આપના મનમાં એક વિચાર આવે કે ક્રિસમસ પર સાંતા ક્લોઝનું ચલણ ક્યાંથી આવ્યું. અથવાતો સાંતા ક્લોઝ આપણી દુનિયામાં ક્યાંથી આવ્યા…?
ક્રિસમસ પર સાંતા ક્લોઝનું પોતાનું જ મહત્વ છે. જે ક્રિસમસ પર આવે છે અને બાળકોને ગીફ્ટ અને ચોકલેટ્સ આપે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે સાંતા બીજું કોઈ નહિ પરંતુ ઈસુના પિતાજી છે જે પોતાના પુત્રના જન્મ દિવસે ખુશ થઈને બધાને ગીફ્ટ અને ચોકલેટ આપે છે. અને કેટલાક લોકોનું કહેવું છે કે, સાંતા ક્લોઝ પ્રભુ ઇસુના મોકલેલા દૂત છે. જે ક્રિસમસ પર લોકોને ખુશી વહેચવા માટે આવે છે.
પરંતુ શું તમે જાણો છો આ સાંતા ક્લોઝ છે કોણ? અને ક્રિસમસ સાથે તેમનું શું કનેક્શન છે? હકીકતમાં ક્રિસમસ ફાધર તરીકે જાણીતા સાંતા ક્લોઝ વિષે જે પ્રમાણ મળે છે તેના પરથી એમ કહી શકાય કે સાંતા ક્લોઝનું ક્રિસમસ કે ઇસુ સાથે કઈ જ લેવા દેવા નથી. પ્રભુ ઇસુ ના જન્મ પછી ૨૮૦ વર્ષ બાદ તુર્કીસ્તાનના માયરા નામના શહેરમાં જન્મેલા સંત નિકોલસ એ જ સાંતા ક્લોઝ છે. ખરેખર, સંત નિકોલસને બાળકો ખુબજ પસંદ હતા. અને ગરીબ બાળકોને તેઓ ઘણીવાર ગીફ્ટ અને ચોકલેટ્સ આપતા.
“સાંતા ક્લોઝ” નું આજ જે પ્રચલિત નામ છે તે “સંત નિકોલસ” ના ડચ નામ “સીન્ટર ક્લોઝ” પરથી આવેલું છે જે પછી થી સાંતા ક્લોઝ થઇ ગયું. સંતનું આધુનિક રૂપ ૧૯મી સદી માં આવ્યું હતું. સંત નીકોલ્સે નાનપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. બાળપણ થી જ તેમનામાં પ્રભુ ઇસુ પ્રત્યર ખુબજ આસ્થા હતી. તેઓ મોટા થઈને ઈસાઈ ધર્મના પાદરી બન્યા અને પછી બીશપ બન્યા. બાળકો સાથે તેમને ખુબજ લગાવ હતો. અને બાળકોને ગીફ્ટ આપવી પણ તેમને ખુબજ ગમતી.