સંતાનેશ્વર મહાદેવની એક સાથે પૂજા કરવાથી દંપતી પ્રાપ્ત કરી શકે છે સંતાન પ્રાપ્તિનું વરદાન

આપણા દેશમાં ઘણા મંદિર એવા છે, જ્યાં એવી માન્યતા પ્રચલિત છે કે આ મંદિરો માં ભગવાન ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવું જ એક મંદિર કાશી- વારાણસી માં છે. આ મંદિર છે સંતાનેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરને સંતાન નું સુખ આપનારા માનવામાં આવે છે. અહિયાં સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની સાથે જ આવે છે. અને ભગવાન શિવ પાસે સંતાન પ્રાપ્તિની માનતા માને છે. માન્યતા અનુસાર જે પણ પતિ-પત્ની સાચી શ્રદ્ધા ની સાથે મંદિર માં પૂજા અર્ચના કરે છે, તેમને જલ્દી જ સંતાન સુખ ની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રી પર અહિયાં દુર દુરથી લોકો ભગવાન ના દર્શન માટે લોકો આવે છે.

શિવ પુરણ માં મળે છે આ મંદિર નો ઉલ્લેખ :-

આ મંદિરના નિર્માણ ને લઈને કોઈ સ્પષ્ટ ઈતિહાસ નથી મળતો પરંતુ સ્કંદ મહાપુરાણ ના કાશી ખંડમાં સંતાનેશ્વર મહાદેવ નો ઉલ્લેખ છે. શિવ પુરાણમાં પણ આનો ઉલ્લેખ મળે છે. તે અનુસાર કાશીના સંતાનેશ્વર મહાદેવ માં કોઈ નિઃસંતાન દંપતી જળાભિષેક કરીને શિવજી ને બીલી પત્ર સમર્પિત કરે તો તેને સંતાન નું સુખ મળે છે.

અમૃતેશ્વર મહાદેવ આપે છે દીર્ધાયું નું વરદાન :

મંદિર પરિસર ની અંદર જ અમૃતેશ્વર મહાદેવ નું મંદિર પણ છે. એવી માન્યતા છે કે તેના દર્શન થી કુંડળી ના અલ્પાયુ યોગ થી મુક્તિ મળે છે અને ભગવાન દીર્ધાયું નું વરદાન આપે છે.

મંદિર સાથે જોડાયલી કેટલીક ખાસ વાતો:-

અહી દર સોમવારે થાય છે ખાસ રુદ્રાભિષેક, સામાન્ય રીતે તો દરરોજ અહિયાં ખુબ મોટી સંખ્યા માં ભક્ત સંતાનેશ્વર મહાદેવ ના દર્શન માટે આવે છે. સોમવારે આ મંદિર માં સંતાન પ્રાપ્તિ માટે દંપતીઓ ખુબ જ મોટી સંખ્યામાં આવે છે. તે દિવસે અહિયાં રુદ્રાભિષેક કરાવવાનો વિશેષ મહત્વ માનવામાં આવે છે.  

મોક્ષ આપનારું છે કાશી :

કાશી વિશ્વનાથ શિવજી ના બાર જ્યોતિલિંગ માંથી એક છે. આ મંદિર નો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. એવું માનવામાં આવે છે કે એક વાર આ મંદિર ના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા માં સ્નાન કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. આ મંદિર કાશી માં કાલભૈરવ થી ચૌખમ્બા ની બાજુ જતી ગલી માં સ્થિત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer