સ્ટારપ્લસની સૌથી શક્તિશાળી સિરિયલોમાંની એક ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.મેકર્સે આયેશા સિંહ અને નીલ ભટ્ટ સ્ટાર અભિનિત સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં નવો વળાંક આપ્યો છે, જેના કારણે આ શોને ટીઆરપી લિસ્ટમાં નંબર 1 સ્થાન પણ મળ્યું છે.
ગયા દિવસે ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં બતાવવામાં આવ્યું હતું કે પાખી વિરાટને વિનાયકની સ્કૂલમાં સાવીનું એડમિશન કરાવવાની ના પાડે છે, પરંતુ વિરાટ આ વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે. બીજી તરફ, વિરાટને પાઠ ભણાવવા માટે સાંઈના મગજમાં એક અલગ જ પ્લાન તૈયાર થઈ રહ્યો છે. પરંતુ આયેશા સિંહની સિરિયલ ” ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે સાઈ અને વિરાટ સવીને વિનાયકની શાળામાં લઈ જાય છે, જ્યાં પ્રિન્સિપાલ મેડમ તેનો ઈન્ટરવ્યુ લે છે. સવિ પણ પ્રિન્સિપાલને બધા જવાબ આપે છે. જ્યારે બ્રહ્માંડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સાવીએ જવાબ આપ્યો કે તેમાં 8 ગ્રહો છે, જેમાં વિરાટ તેને અટકાવે છે અને કહે છેં કે બેટા નવ ગ્રહ હોય છે અને તે પ્લુટોને ભૂલી ગઈ છે. પરંતુ સવી તેના આબા વિરાટને ખોટા સાબિત કરે છે અને કહે છેં કે પ્લુટો હવે ગ્રહ નથી.
View this post on Instagram
મનોરંજનથી ભરપૂર ગુમ હૈ કિસી કે પ્યાર મેં આગળ બતાવશે કે પ્રિન્સિપાલ સવીના એડમિશન માટે હા પાડે છે. પરંતુ સાઈ તેમને ના પાડી દે છે અને કહે છે કે તે તેની દીકરીને સામાન્ય શાળામાં મોકલવા માંગે છે અને તેને એડમિશન પણ મળી ચૂક્યું છે. આ કારણે પ્રિન્સિપાલ વિરાટ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે લોકો પહેલા એકબીજા સાથે ડિસ્કસ કરો પછી આવજો.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં આગળ બતાવશે કે વિરાટ બહાર આવ્યા પછી સઈ પર પોતાની નારાજગી વ્યક્ત કરે છે. પરંતુ સઈ પણ જવાબ આપે છે કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી મોટી સ્કૂલમાં ભણ્યા પછી મોટી માંગ કરે. મારી પાસે એટલા પૈસા નથી.જેમાં વિરાટે જવાબ આપ્યો કે જ્યારે દીકરી બંનેની હશે તો ખર્ચ પણ બંનેનો અડધો અડધો થઈ જશે. જોકે, સઈ વિરાટને કહે છે કે તેને સવીનું એડમિશન જે સ્કૂલમાં વિરાટ ભણતો હતો તેં જ સ્કૂલમાં મળ્યું છે,, બીજે ક્યાંય નહીં. આનાથી વિરાટના ચહેરા પર સ્મિત આવી જાય છે.
પાખી અને ભવાની સાઈને ફરીથી નિશાન બનાવશે
શો માં આગળ બતાવશે કે પાખી સાઈને કણકવલી પાછા જવાની સલાહ આપશે. જોકે વિરાટ આ સાંભળી જાય છેં. બીજી બાજુ, ભવાની કાકુ પણ સતત સવીને અયોગ્ય અને અસંસ્કારી કહેશે. આ વાતને લઈને એવું માનવામાં આવે છે કે બંને ફરીથી ભેગા થઈને સઈને નિશાન બનાવશે..