તાજેતરમાં જ ખેડા જિલ્લાના વધુ એક જવાને ભારતભૂમિની રક્ષા માટે જીવ ગુમાવ્યો છે. કપણવણના વણજારા ગામના 25 વર્ષીય યુંવાક જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામળમાં શહિદ થયા છે. આ સમાચાર મળતા જ 2500 ની વસ્તી ધરાવતું ગામ અંધકારમય બન્યું હતું. આના લીધે સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.
ખેડૂત પુત્ર હરેશસિહને નાનપણથી જ આર્મીમાં જોડાવવાનો શોખ હતોએમ શહિદ જવાન જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં જ હતો , ત્યારે જ તેમને આર્મીમાં નોકરી મળી જતા જેથી તેણે કોલેજનો અભ્યાસ છોડીને માતૃભૂમિની સેવામાં જોડાય જવાનો નિર્ણય કર્યો હતો.
રકાભાઈ પટેલને બે પુત્ર છે, જેમાં હરેશસિહ આર્મી માં હતા જ્યારે બીજો પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાનો સાથ આપી રહ્યો છે. શહિદ જવાનના પિતાએ જણાવ્યું હતું કે આવતા મે મહિનામાં તે લગ્ન કરવા વતનમાં આવવાનો હતો .
તેના ધામધૂમથી લગ્ન કરવાની અમારી ઈચ્છા હતી . પણ વચ્ચે આવેલી બીમારીને લીધે લોકડાઉન રહ્યું હતું એટલે હરેશે પિતાને કહ્યું કે પપ્પા હાલ મારે લગ્ન નથી કરવા પછી શાંતિથી આપણે ધામધૂમથી લગ્ન કરીશું.
વધુમાં પિતાએ કહ્યું કે શનિવારે બપોરે 12 વાગે જમ્મુથી ભારતીય સેનાના મેનેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હરેશસિહ શહિદ થઈ ગયા છે. આ સાંભળતા જ હું તૂટી ગયો હતો. આ સાથે જ ગર્વ હતો કે વતનની સેવામાં દીકરો શાહિદ થયો.