શનિદેવથી દરેક લોકો ડરતા હોય છે પરંતુ શનિદેવ ગુસ્સા વાળા નહિ ખુબ જ દયાળુ છે, જાણો આ કથા….

કહેવાય છે શનીદેવની પૂજા દરેક લોકો ખુબજ ડરી ડરી ને કરતા હોય છે કારણ કે તેના શ્રાપ ને કોઈ ટાળી નથી શકતું. અને કહેવામાં આવે છે કે શની ની નજર ખુબજ ખતરનાક હોય છે. અને તેની નજર જેના પર પડે છે તેની જીંદગી નર્ક બની જાય છે.

એવામાં માન્યતા એવી પણ છે કે શની મંદિરમાં મહિલાઓ દ્વારા પૂજા કરવા પર તેનો વિરોધ કરવામાં આવે છે. પરંતુ દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં મહિલાઓ અને પુરુષો બંને ને પૂજા કરવામાં કોઈ ભેદ નથી દર્શાવતો. જી હા અહી મહિલાઓ શની દેવ ને તેલ અર્પિત કરે છે મંદિરની બાગડોર મહિલા પુજારીના હાથમાં છે.

કહેવાય છે કે આ મંદિર ઇન્દોર માં જૂની ઇન્દોર માં આવેલ છે અને તેની પાછળ એક કથા છે જે આ મુજબ છે.    મંદિર વાળી જગ્યા પર આજથી ૩૦૦ વર્ષ પહેલા ત્યાના ગોપાલદાસ નામના વ્યક્તિને સપનામાં શનિદેવના દર્શન થયા હતા અને શનિદેવે જણાવ્યું હતું કે એક ૨૦ ફૂટ ટીલામાં પોતાની પ્રતિમા દબાયેલી હોવાનું જણાવ્યું હતું.

શનિદેવે ગોપલ્દાસને એ ટીલો ખોદી તેમાંથી પ્રતિમા બહાર કાઢવા માટે કહ્યું. ગોપાલદાસ આંધળા હતા આ વાત સપનામાં તેને શનિદેવે જણાવી હતી. ત્યારબાદ શનિદેવે કહ્યું હવે ટુ તારી આખો ખોલ હવે પછી તને બધુજ દેખાશે. અને આંધળા પણું દુર થઇ જશે. અને આ સાંભળી ગોપાલ દસે પોતાની આખો ખોલી

અને તેને બધું જ સાફ સાફ દેખાતું હતું.  ત્યાર બાદ ગોપાલ દાસે ટીલા નું ખોદકામ કરાવ્યું અને ત્યાં શનિદેવની એક પ્રતિમા નીકળી. ત્યારબાદ તેમણે એજ પ્રતિમાની સ્થાપના એ સ્થાન પર કરાવી અને પછી મંદિર બનાવી એ મંદિરની દેખરેખ કરવા લાગ્યા.

ત્યારથી લઈને આજ સુધી ગોપાલદાસ ના પરિવારના લોકો જ પુજારીના રૂપમાં શનિદેવ ની પૂજા અર્ચના કરવા લાગ્યા. આ મંદિરમાં મહિલાઓ અને પુરુષો ની વચ્ચે પૂજા કરવામાં કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer