આ શિવ મંદિરને તૈયાર કરવામાં ૧૫૦ વર્ષ નો લાગ્યો હતો સમય, ૭૦૦૦ લોકો એ મળીને બનાવ્યું હતું ભવ્ય મંદિર

એલોરા ની ૩૪ ગુફાઓ માં સૌથી અદભુત છે કૈલાશ મંદિર. વિશાળ કૈલાશ મંદિર જોવામાં જેટલું ખુબસુરત છે એનાથી વધારે ખુબસુરત છે આ મંદિર માં કરવામાં આવેલું કામ. કૈલાશ મંદિર ની ખાસ વાત એ છે કે આ મંદિર ને તૈયાર કરવામાં લગભગ ૧૫૦ વર્ષ લાગ્યા. લગભગ ૭૦૦૦ મજુરો એ સતત આના પર કામ કર્યું. આ મંદિર ને જોવા માટે દુર દુર થી લોકો આવે છે. આ મંદિર લોકો ની વચ્ચે ઘણું ચર્ચિત છે. આ મંદિર વિશ્વ માં સૌથી અલગ છે અને અહિયાં લોકો ની ખુબ ભીડ જોવા મળે છે. અહિયાં શિવજી પોતે સાક્ષાત દર્શન આપે છે.

૯૦ ફૂટ છે આ અનુઠા મંદિર ની ઉંચાઈ, ૨૭૬ ફૂટ લાંબુ, ૧૫૪ ફૂટ પહોળું છે આ ગુફા મંદિર. ૧૫૦ વર્ષ લાગ્યા આ મંદિર ના નિર્માણ માં, અને દશ પેઢીઓ લાગી. 7૦૦૦ મજુરો એ સતત કામ કરીને તૈયાર કર્યું છે આ મંદિર. એલોરા ના કૈલાશ મંદિર મહારાષ્ટ્ર ના ઓરંગાબાદ જીલ્લામાં પ્રસિદ્ધ એલોરા ની ગુફાઓ માં સ્થિત છે. આ ઈલોરા ની ૧૬ મી ગુફા ની શોભા વધારી રહી છે. એનું કામ કૃષ્ણ પ્રથમ ના શાશનકાળ માં પૂરું થયું. કૈલાશ મંદિર માં અતિ વિશાળ શિવલિંગ જોઈ શકાય છે. આ મંદિર માં મજુરો એ ખુબ મહેનત કરીને કોતરણી કામ કર્યું છે જે દેશ માં કોઈ પણ મંદિર માં આ રીતે કામ થયેલું નથી.

આ મંદિર ના નિર્માણ માં લગભગ ૪૦ હજાર ટન વજની પત્થરો ને કાપીને ૯૨ ફૂટ ઊંચું મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર ના આંગણ ની ત્રણેય બાજુ કોઠીઓ છે અને સામે ખુલ્લા મંડપ માં નંદી વિરાજમાન છે અને એની બંને બાજુ વિશાળકાય હાથી અને સ્તંભ બનેલા છે. આજ સુધી આ મંદિર માં ક્યારેય પૂજા કરવાનું પ્રમાણ નથી મળ્યું. આજે પણ આ મંદિર માં કોઈ પુજારી નથી. કૈલાશ મંદિર ને હિમાલય ના કૈલાશ નું રૂપ આપવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો છે. શિવ ની આ બે મંજિલો મંદિર પર્વત કાપીને બનાવી છે. આ મંદિર દુનિયા ભરમાં એક જ પત્થર ની શીલા થી બનેલી સૌથી મોટી મૂર્તિ માટે પ્રસિદ્ધ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer