માઉંટઆબુમાં આવેલ આ મંદિરમાં ભગવાન શિવના અંગુઠાની કરવામાં આવે છે પૂજા, આજ સુધી મંદિરનું આ રહસ્ય નથી ઉકેલી શક્યું કોઈ…

માઉંટઆબુ માં અચલગઢ દુનિયા ની એક એવી જગ્યા છે જ્યાં ભગવાન શિવ ના અંગુઠા ની પૂજા થાય છે. ભગવાન શિવ ના બધા મંદિરો માં એની શિવલિંગ ની પૂજા થાય છે. પરંતુ અહિયાં ભગવાન શિવ ના અંગુઠા ની પૂજા થાય છે.

હકીકતમાં ભગવાન શિવ ના અંગુઠા ના નિશાન મંદિર માં આજે પણ જોવા મળે છે. એમાં ચઢાવવામાં આવતું પાણી આજે પણ એક રહસ્ય છે. માઉંટઆબુ ને અર્ધકાશી પણ કહેવામાં આવ્યું છે અને માનવામાં આવે છે કે અહિયાં ભગવાન શિવ નાના-મોટા ૧૦૮ મંદિર છે.

માઉંટઆબુ ના પહાડો પર સ્થિત અચલગઢ મંદિર પૌરણિક મંદિર છે જેની ભવ્યતા જોતા જ બની છે. આ મંદિર ની ઘણી માન્યતા છે અને માનવામાં આવે છે કે આ મંદિર માં મહાશિવરાત્રી સોમવાર ના દિવસે શ્રાવણ મહિનામાં જે પણ ભગવાન શિવ ના દરબાર માં આવે છે ભગવાન શંકર એની મનોકામના પૂરી કરી દે છે.

આ મંદિર ની પૌરાણિક કહાની છે કે જયારે અર્બુદ પર્વત પર સ્થિત નંદી વર્ધન હલવા લાગ્યા તો હિમાલય માં તપસ્યા કરી રહેલા ભગવાન શંકર ની તપસ્યા ભંગ થઇ. કારણ કે આ પર્વત પર ભગવાન શિવ ની પ્યારી ગાય કામધેનું અને બળદ નંદી પણ હતા.

પર્વત ની સાથે નંદી તેમજ ગાય ને બચાવવા હતા. ભગવાન શંકર એ હિમાલય થી જ અંગુઠા ફેલાવ્યો અને અર્બુદ પર્વત ને સ્થિત કરી દીધો. નંદી તેમજ ગાયબચી ગઈ અને અર્બુદ પર્વત પણ સ્થિર થઇ ગયો. ભગવાન શિવ ના અર્બુદાંચલ માં વાસ કરવાનું સ્કંદ પુરાણ માં પ્રમાણ મળે છે.

સ્કંદ પુરાણ ના અર્બુદ ખંડ માં આ વાત સામે આવે છે કે ભગવાન શંકર અને વિષ્ણુ એ એક રાત પૂરી અર્બુદ પર્વત ની પરિક્રમા કરે છે. માઉંટઆબુ ની ગુફાઓ માં આજે પણ હજારો સાધુ તપ કરે છે કારણ કે કહે છે કે અહિયાં ની ગુફાઓ માં ભગવાન શંકર આજે પણ વાસ કરે છે અને જેનાથી પ્રસન્ન થાય છે એને સાક્ષાત દર્શન પણ આપે છે.

પહાડ ના તળ પર ૧૫ મી સદી માં બનેલું અચલેશ્વર મંદિર માં ભગવાન શિવ ના પગો ના નિશાન આજે પણ મૌજુદ છે. ભગવાન શિવ ના બધા મંદિરો માં એની શિવલિંગ ની પૂજા થાય છે. અરંતુ અહિયાં ભગવાન શિવ ના અંગુઠા ની પૂજા થાય છે અહિયાં ભોલે અંગુઠા ના રૂપ માં વિરાજે છે અને શિવરાત્રી તેમજ શ્રાવણ મહિના માં આ રૂપ ના દર્શન નું વિશેષ મહત્વ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer