ભગવાન શિવ ખુબજ જલ્શી અને સાવ આસાનીથી પોતાના ભક્તો થી પ્રસન્ન થાય છે. અને તેમના દ્વારા માંગેલી કોઈ પણ વસ્તુ અથવા વરદાન તેમને આસાનીથી આપી દે છે. તેથી જ ભગવાન શિવજીને ભોલાનાથ પણ કહેવામાં આવે છે. તમને સૌને જણાવી દઈએ કે ભગવાન શિવની આરાધના સોમવારના દિવસે કરવામાં આવે છે. સોમવારના દિવસે ભગવાન શિવને ઘણા પ્રકારની વસ્તુઓ ચડવામાં આવે છે. અને ભગવાન ભોળાનાથને અમુક પ્રકારની વસ્તુઓ ચડવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
# સોમવારના દિવસે ભગવાન શિવ પર ચોખા ચડાવવા ખુબજ શુભ માનવામાં આવે છે. શિવજીને ચોખા ચડવાથી ક્યારેય પણ ધનની ઉણપ નથી થતી અને ધન પ્રાપ્તિ થાય છે.
# એવું પણ કહેવામાં આવે છે કે દર સોમવારે શિવજી ના મંદિરે જઈને ભોલાનાથ પર તેલ ચડવાથી. તમારા દ્વારા ભૂતકાળમાં થયેલ દરેક પાપો નો નાશ થાય છે. અને બધાજ પાપ ધોવાઇ જાય છે.
#હવે જો તમારા જીવનમાં પરેશાનીઓ એકધારી આવી રહી હોય અને જો તમે સુખી થવા માંગતા હોય અને પરેશાનીઓ દુર કરવા ઈચ્છતા હોય તો સોમવારના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે જી તેમના પર જવ અર્પણ કરવા. તેની સાથે ઘવ પણ ચડાવી શકાય છે. અને આવું કરવાથી દરેક સમસ્યા દુર થઇ જાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે.