ધાર્મિક માન્યતા છે કે સોમવાર નું વ્રત કરવાથી વ્રત કરનાર દરેક વ્યક્તિના દુખ, તેમજ પરેશાની દુર થઇ જાય છે. તેમજ તે સુખી નીરોગી અને સમૃદ્ધ જીવન જીવી શકે છે. શ્રાવણ મહિનામાં સોમવારે જે કોઈ વ્યક્તિ પુરા વિધિ વિધાન થી શિવજી ની પૂજા કરે છે. તે શિવજી ના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી ને પ્રસન્ન કરવા તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રાવણ મહિનાના સોમવાર નું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવ મહાપુરાણ અનુસાર શિવજી ની ઉપાસના તેમજ વ્રત કરવાથી મનુષ્ય ના સમસ્ત રોગ અને ઉપાડી દુર થઇ જાય છે.
વ્રતના નિયમો :-
૧. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહુર્ત માં ઉઠીને પાણી માં કાળા તલ નાખી તેનાથી સ્નાન કરવું જોઈએ.
૨. ભગવાન શિવ નો અભિષેક પાણી અથવા ગંગાજલ થી થાય છે, પરંતુ વિશેષ પ્રસંગ પર વિશેષ મનોકામના ની પુરતી માટે દૂધ, દહીં, ઘી, મધ, ચણાની દાળ, વગેરે વસ્તુઓ થી અભિષેક કરવો જોઈએ.
૩.ત્યાર બાદ ઓમ નામ: શિવાય મંત્ર દ્વારા સફેદ ફૂલ, ચંદન, ચોખા, પંચામૃત, સોપારી, ફળ અને ગંગાજળ અથવા શુદ્ધ પાણી થી ભગવાન શિવ અને પાર્વતી ની પૂજા કરવી.
૪. માન્યતા છે કે અભિષેક દરમિયાન પૂજા વિધિ ની સાથે સાથે મંત્રો ના જાપ પણ ખુબજ જરૂરી છે. પછી મહા મૃત્યુંજય મંત્ર નો જપ હોય, ગાયત્રી મંત્ર હોય કે ભગવાન શિવ નો પંચાક્ષરી મંત્ર હોય.
૫. શિવ પાર્વતી ની પૂજા પછી શ્રાવણ ના સોમવાર ની વ્રત કથા કરવી.
૬. આરતી કર્યા પછી ભોગ લગાવવો અને ઘર પરિવાર ના લોકો માં વહેચી ને પછી પોતે ગ્રહણ કરવો.
૭. દિવસ માં એક ટાઈમ મીઠા વિનાનું ભોજન ગ્રહણ કરવું.
૮. શ્રદ્ધા પૂર્વક વ્રત કરવું. જો આખો દિવસ વ્રત રાખવું શક્ય ના હોય તો સુર્યાસ્ત સુધી પણ વ્રત કરી શકાય છે.
૯. ચંદ્ર ગ્રહ ની દરેક દોષ દુર કરવા માટે સોમવારે મહાદેવ પર દૂધ અર્પિત કરવું.
૧૦. મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પર દરરોજ ગાય નું કાચું દૂધ અર્પિત કરવું. અને હંમેશા તાજા દૂધ નો જ ઉપયોગ કરવો. પેકેટ નું અથવા ડબ્બામાં ભરેલા દૂધ નો ઉપયોગ ના કરવો.
ચાલો જાણીએ શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજા કરતી વખતે ક્યાં કામ ના કરવા જોઈએ:
૧. દૂધ નું સેવન ના કરવું જોઈએ.
૨. રીંગણ નું સેવન ના કરવું જોઈએ.
૩. મનમાં ખરાબ વિચારો ન આવવા દેવા.
૪. વડીલો, બહેન, ગરીબ, લાચાર વ્યક્તિ તેમજ ગુરુ નું અપમાન ક્યારેય ના કરવું.
૫. શિવલિંગ પર હળદર ના ચડાવવી.
૬. માસ તેમજ શરાબ નું સેવન ના કરવું.
૭. ઘરમાં સાફ સફાઈ નું ખાસ ધ્યાન રાખવું.
૮. ક્યારેય પણ વૃક્ષ ના કાપવા જોઈએ અને પરિવાર માં જેટલા પણ સદસ્યો છે એ મુજબ વૃક્ષ વાવવા.