શ્રાવણના મહિનામાં વિશેષ ભગવાન શિવ, માં પાર્વતી અને શ્રી કૃષ્ણજીની પૂજા નું ઘણું મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં વ્રત તો ઘણા છે જેમ કે ચતુર્થી, એકાદશી, ત્રયોદશી, અમાવસ્યા, પૂર્ણિમા વગેરે. પરતું હિંદુ ધર્મમાં ચાતુર્માસ ને જ વ્રત નો ખાસ મહિનો ગણવામાં આવે છે. ચાતુર્માસ ૪ મહિના ની અવધિ છે, જે અષાઢ શુક્લ એકાદશી થી પ્રારંભ થઈને કાર્તિક શુક્લ એકાદશી સુધી ચાલે છે.
આ ૪ મહિના છે- શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક. ચાતુર્માસ ના પ્રારંભ ને ‘દેવશયની એકાદશી કહેવામાં આવે છે અને અંત ને ‘દેવોત્થાન એકાદશી’. તો ચાલો જાણી લઈએ મુખ્ય ૧૦ બાબત હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર સાવન મહિનાને ખાસકરીને દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે.
આ સબંધ માં પૌરાણિક કથા છે કે જયારે સનત કુમારો એ મહાદેવ ને સાવન મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું, તો મહાદેવ ભગવાન શિવે જણાવ્યું છે કે જયારે દેવી સતી એ એના પિતા દક્ષ ના ઘરમાં યોગશક્તિ થી શરીર નો ત્યાગ કર્યો હતો. એના બીજા જન્મમાં દેવી સતી એ પાર્વતી ના નામથી હિમાચલ અને રાની મૈના ના ઘર માં પુત્રી ના રૂપમાં જન્મ લીધો.
પાર્વતી એ યુવાવસ્થા ના સાવન મહિના માં નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું અને એને પ્રસંન્ન કરીને વિવાહ કર્યા, જે પછી થી જ મહાદેવ માટે આ મહિનો વિશેષ થઇ ગયો. શ્રાવણ મહિના ને કાલાંતર માં શ્રાવણ સોમવાર કહેવા લાગ્યા, એનાથી એવું સમજાવવા લાગ્યું કે શ્રાવણ મહિનામાં ફક્ત સોમવાર ના દિવસે જ વ્રત રાખવું જોઈએ, જયારે આ મહિના થી વ્રત રાખવાના દિવસો ચાલુ થાય છે, જે ૪ મહિના સુધી ચાલે છે, જેને ચાતુર્માસ કહે છે.
સામાન્ય લોકો સોમવાર ના રોજ જ વ્રત રાખી શકે છે. શિવપુરાણ અનુસાર જે કામના થી કોઈ આ માસ ના સોમવાર ના વ્રત કરે છે, એની તે મનોકામના અવશ્ય અને ખુબ જ ઝડપી પૂરી થઇ જાય છે. કારણકે જે રીતે ગુડ ફ્રાઇડે ના પહેલા ઈસાઈઓ માં ૪૦ દિવસ ના ઉપવાસ ચાલે છે અને જે રીત્તે ઇસ્લામ માં રમજાન મહિનામાં ઉપવાસ રાખવામાં આવે છે. એ જ રીતે હિંદુ ધર્મ માં શ્રાવણ મહિનાને પવિત્ર અને વ્રત રાખવા નો મહિનો માનવામાં આવે છે.આ મહિના માં શાસ્ત્ર અનુસાર જ વ્રતો નું પાલન કરવું જોઈએ.
આ મહિનામાં સામાન્ય રીતે તો બધા પવિત્ર દિવસ જ હોય છે, પરતું સોમવાર, ગણેશ ચતુર્થી, મંગલા ગૌરી, મૌના પંચમી, શ્રાવણ મહિના નો પહેલો શનિવાર, કામિકા એકાદશી, ક્લિક અવતાર શુક્લ ૬, ઋષિ પંચમી, ૧૨ મી ના રોજ હિંડોળા વ્રત, હરિયાળી અમાવાસ્યા, વિનાયક ચતુર્થી, નાગપંચમી, પુત્રદા એકાદશી, ત્રયોદશા, વરા લક્ષ્મી વ્રત, ગોવત્સ અને બાહુલા વ્રત, પિથોરી, પોલા, નરાલી પૂર્ણિમા, શ્રાવણી પૂર્ણિમા, પવિત્રરોપન, શિવ ચતુર્દશી અને રક્ષા બંધન વગેરે પવિત્ર દિવસ છે.
પૂર્ણ શ્રાવણ કરી રહ્યા છો તો આ દરમિયાન જમીન પર સુવું અને સૂર્યોદય થી પહેલા ઉઠવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઉઠીને પછી સરખી રીતે સ્નાન કરવું અને મોટાભાગ નો સમય મૌન રહેવું. દિવસે ફરાળ લેવું અને રાત્રે ફક્ત પાણી પીવું. આ વ્રત માં દુષ, શાકર, દહીં, તેલ, રીંગણ, પાંદડા વાળી શાકભાજી, નમકીન અથવા મસાલેદાર ભોજન, મીઠાઈ, સોપારી, માંસ અને મદિરા નું સેવન ન કરવું જોઈએ.
આ સમય દરમિયાન દાઢી ન કરવી જોઈએ, વાળ અને નખ પણ ન કાપવા જોઈએ. મોટાભાગ ના લોકો બે સમય ઘણું ફરાળ કરી ને ઉપવાસ કરે છે. અમુક લોકો એક સમય જ ભોજન કરે છે. અમુક લોકો તો મનથી જ નિયમ બનાવી લે છે અને પછી ઉપવાસ કરે છે. જયારે વ્રત માં યાત્રા, સહવાસ, વાર્તા, ભોજન વગેરે ત્યાગી ને વ્રત રાખવું જોઈએ તો જ ફળ મળે છે.