મહાભારતમાં નોંધાયેલ છે શ્રી કૃષ્ણના નામ પર આટલા અપરાધો..

છળથી પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત કરવો એ ના ફક્ત વર્તમાન માં જોવા મળે છે, પરંતુ આ છળ જુના સમય થી ચાલતુ રહ્યું છે. કોઈ પણ યુધ્ધમાં એક પક્ષ ની જીત થાય છે તો બીજા ની હાર પરંતુ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે કેટલાક એવા અપરાધો ને પણ અંજામ આપવામાં આવે છે, જે દરેકની નજરોમાં નથી આવી શકતા. આજે અમે તમને એ જ અપરાધો વિશે જણાવીશું જેને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.  

૧. બર્બરિક ની સાથે છળ:-

બર્બરિક દુનિયાનો સર્વ શ્રેષ્ઠ ધનુર્ધર હતો. ભગવાન શ્રી કૃષ્ણ એ વાત જાણતા હતા કે બર્બરિક પ્રતીગ્યાવશ હરવા વાળાનો સાથ આપશે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ એ બર્બરિક સાથે છળથી તેનું શીશ માંગી લીધું હતું. બર્બરિક જો ઈચ્છે તો એક જ તીર થી તે આખી સેનાનો નાશ કરી શકે તેમ હતો. તેથી કૃષ્ણ ભગવાને તેને ખત્મ કરી નાખ્યો હતો.

૨. ભીષ્મ નો વધ:

મહાભારતના યુદ્ધ માં ભીષ્મ પિતામહ કૌરવો ની તરફ થી સેના પતિ હતા. યુધ્ધમાં ભીષ્મના ભીષણ સંહારને રોકવા માટે કૃષ્ણ એ પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી હતી કૃષ્ણના કહેવા પર પાંડવ ભીષ્મની સામે હાથ જોડીને તેમને તેના મૃત્યુનો ઉપાય પૂછી રહ્યા હતા. ભીષ્મ થોડો સમય વિચારીને ઉપાય જણાવી દે છે. ભીષ્મની મૃત્યુનું રહસ્ય ખબર પડતા જ પાંડવો એ નાપુસક શિખંડીને યુધ્ધમાં ઉતાર્યો. જેની સામે ભીષ્મ એ પોતાના શસ્ત્રો ત્યાગી દીધા અને મોકા નો ફાયદો ઉઠાવી કૃષ્ણે અર્જુનને ઈશારો કર્યો અને અર્જુને બાણોથી ભીષ્મને છેદી નાખ્યા.

૩. દ્રોણ નો વધ:-

જયારે ગુરુ દ્રોણાચાર્યએ ધર્મ રાજ યુધીષ્ઠીર પાસે અશ્વથામાની સત્યતા જાણવાની ઈચ્છા કરી તો તેણે જવાબ આપ્યો કે- ‘ અશ્વથામા મરી ગયો, પરંતુ હાથી.’ શ્રી કૃષ્ણ એ એ જ સમયે શંખ નાદ કર્યો જેના અવાજ માં ગુરુ દ્રોણાચાર્ય છેલ્લો શબ્દ હાથી સાંભળી ના શક્યા અને તેને લાગ્યું મારો પુત્ર મરી ગયો અને તે શોક માં ડૂબી ગયા. તેને આવી રીતે શોક માં જતા જ તેનું માથું તલવારથી કાપી નાખવામાં આવ્યું.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer