અક્ષય તૃતીયા ના શુભ તહેવાર પર આજે બે ધામ ગંગોત્રી અને યમુનોત્રી ના દરવાજા ખુલશે. એની સાથે જ આજથી શ્રદ્ધાળુઓ આ ધામો ની યાત્રા કરી એના દર્શન કરી શકશે. એની સાથે જ ઉત્તરાખંડ સરકાર દ્વારા આ તીર્થ સ્થળો ની વાર્ષિક યાત્રા ને સુચારુ રૂપ થી ચાલવા માટે આ દિવસો માં પૂરી તૈયારી ચાલુ થઇ ગઈ છે. આ ચારધામ યાત્રા માં શ્રદ્ધાળુઓ ની ખુબ જ વધારે ભીડ જોવા મળે છે.
ગંગોત્રી અને યમુનોત્રી ના દરવાજા શિત કાળ માં ભારે હિમપાત અને ભીષણ ઠંડી ની ઝપેટ માં રહેવા ને કારણે ચાર ધામ ના દરવાજા દરેક વર્ષે ઓક્ટોમ્બર-નવેમ્બર માં શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે. જે એપ્રિલ-મે માં ફરીથી ખોલી દેવામાં આવે છે.
આજથી ઉચ્ચ હિમાલયી વિસ્તાર ના ચારધામો ની યાત્રા આ દિવસો થી શરુ થઇ જવા રહી છે. એની સાથે જ કેદારનાથ ધામ ના દરવાજા નવ મે ના દિવસે ખુલશે તો બદ્રીનાથ ધામ ના દરવાજા ૧૦ મે ના દિવસે ખુલશે. એની સાથે જ આજે ગંગોત્રી ધામ ના દરવાજા સવારે ૧૧:૩૦ વાગે શ્રદ્ધાળુઓ ના દર્શન માટે ખોલી દેવામાં આવશે, જયારે યમુનોત્રી ધામના દરવાજા આજે રોહિણી નક્ષત્ર માં બપોરે ૧:૧૫ વાગે ખોલી દેવામાં આવશે.
ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી રાવત એ કહ્યું, ‘અક્ષય તૃતીયા પર પ્રદેશ માં યમુનોત્રી તેમજ ગંગોત્રી ના દરવાજા ખોલવાની સાથે જ ચારધામ યાત્રા શરુ થઇ જશે. ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓ ના સ્વાગત માટે તૈયાર છે. ચારધામ યાત્રા માં આવનારા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા તેમજ સુરક્ષા નું પૂરું ધ્યાન રાખવામાં આવશે. અહિયાં શ્રદ્ધાલુ ઓ નું ધ્યાન ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવે છે.
પ્રદેશ ના પર્યટક સચિવ દિલીપ જાવલકર એ જણાવ્યું કે ભારે બર્ફબારી હોવા છતાં કેદારનાથ માં યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ ની સુવિધા માટે રાજ્ય સરકાર તથા જીલ્લા પ્રશાશન દ્વારા બધા સંભવ પ્રયાસ કરવામાં કરવામાં આવી રહ્યા છે. એમણે કહ્યું કે દરવાજા ખૂલવાની પહેલા પૂર્વ સમસ્ત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ એ પણ જણાવ્યું કે કેદારનાથ ધામ માં લગભગ ૩૦૦૦ યાત્રીઓ ને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.