મેષ રાશિ આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. તમારા વિચારોમાં તમે બદલાવ લાવવા ને કારણે તમે કોઇ અંતિમ નિર્ણય લેશોનહીં. આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો તેના જ સંકેત આપે છે. મુસાફરીના યોગ છે. તથા કોઈ અન્ય સ્ત્રી સાથે વાદ-વિવાદમાં પડવું નહીં.
વૃષભ રાશી આ રાશિના જાતકોને ભગવાન ગણેશજી સૂચવે છે. બીજા વિચારો કર્યા વગર વાહન ચલાવવું નહીતર જીવ જોખમમાં આવી શકે છે. જો તમે કોઈ વ્યક્તિઓ સાથે સમાધાન કરી શકો છો તો તમારે કોઈ દુશ્મનો ઊભા થશે નહીં. જે કોઈ વ્યક્તિઓને રોકાણ કરવું હોય તો તે આજના દિવસ માટે બંધ રાખે. લેખકો અને અભિનય કરવા માટે શુભ દિવસ છે.
મિથુન રાશિ આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે. તથા ભગવાન ગણેશજીની પણ અને માતા લક્ષ્મીજીની પણ અપરંપાર કૃપા રહેવાની છે. આથી આજનો દિવસ તમારો ખૂબ જ આનંદ મય રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ નિરોગી રહેશે. ધનનો વ્યય ન થાય તેની કાળજી રાખવી
કર્ક રાશિ કોઈ આજે પરિવારજનો માટે કોઈ ખર્ચો ઉઠાવવો પડશે. તમે બોલતા પહેલા સો વખત વિચાર કરજો તથા મનમાં કોઇ મૂંઝવણ હોય તો વડીલોને પહેલાં સ્પષ્ટતા કરવી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
સિંહ રાશી આ રાશિના જાતકોને આજે મિત્રવર્તુળ સાથે કોઈ સારો દિવસ પસાર કરવાની સંભાવના છે. સુંદર સ્થળે પ્રવાસ પણ થશે. તમારી સમજણ લીધે તમે તક ગુમાવી શકો છો. ભગવાન ગણેશજી તમને કોઈ નિર્ણય ન લેવાની સૂચન કરે છે. વેપાર ધંધામાં આર્થિક લાભ થશે.
કન્યા રાશિ આ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેશે. તે લોકો નવા કાર્યનો આરંભ કરી શકે છે. વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે. વેપાર ધંધામાં પણ નફો મળવાની શક્યતા છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે.
તુલા રાશિ આ રાશિના જાતકોને લાભ થવાની શક્યતા છે. જે કોઈ લોકો નોકરી કરતા હશે. તેને તેના સાથીદાર નો સહયોગ મળશે નહીં. પરંતુ ગભરાવાની જરૂર નથી. ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરી શકશો તથા વિદેશથી સ્નેહીજનો અથવા મિત્રો સાથે વાત થશે. આનંદની લાગણી અનુભવશો.
વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોને ભગવાન ગણેશજી સૂચવે છે કે તમારે આજનો દિવસ કાળજીપૂર્વક તથા શાંતિથી પસાર કરવો. તમે જે કોઈ નવું કાર્ય આરંભ કરી રહ્યા છો. તેમાં તમને નિષ્ફળતા મળવાની શક્યતા હોય છે. જેથી કોઈ નવું કાર્ય આરંભ કરવો નહીં અને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક સંકળામણ અનુભવશો
ધન રાશિ આ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજી સૂચવે છે કેમ આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે. અને બીજા લોકો સાથે મળીને આનંદ મય દિવસ પસાર કરી શકશો. મિત્રવર્તુળ સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનશે. તમે કોઈ વ્યક્તિઓ જોઇએ વેપારમાં ભાગીદારી કરી હોય તો તેમાં પણ તમને નફો મળશે.
મકર રાશિ આ રાશિના જાતકો પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કામ કરી શકશે. વેપાર ધંધામાં સફળતા મેળવશે. સ્વાસ્થ્ય સારું રાખવું તથા ઘર પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ જશે.
કુંભ રાશિ આ રાશિના જાતકોએ પોતાના વાણી અને વર્તનમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તથા તમારે આકસ્મિક ખર્ચ ઓછો થવાની શક્યતાઓ છે. અને સ્વાસ્થ્યને પણ જાળવી રાખો તમારા કામમાં તમે પરોવાયેલા રહે તો તમને આનંદ ની અનુભૂતિ થશે.
મીન રાશિ આ રાશિના જાતકોમાં આનંદ અને ઉત્સાહમાં રહેવાનો અભિપ્રાય ઓછો જોવા મળશે. શારીરિક તથા માનસિક બીમારીનો ભોગ બની શકશો. ઘટનાઓ તમારી સાથે ઘટશે. નોકરીમાં ચિંતા વધશે. ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું