ગુજરાતી જવાનનું સિક્કિમમાં ફરજ દરમ્યાન અવસાન, પાર્થિવદેહ ને અમદાવાદ લાવવામાં આવશે…

કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં રહેતા બુધાભાઈ પરમારનાં બે દીકરાઓ પૈકી મોટો પુત્ર હિતેશ પરમાર ( 32) જે 2011ના વર્ષમાં આર્મીમાં ભરતી થયા હતા અને તેમની પ્રથમ નોકરીનું સ્થળ જલંધર આવ્યું હતું. ત્યાર બાદ મા ભોમની રક્ષા માટે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે.

એક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની પશ્ચિમ બંગાળથી સિક્કિમ ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યારે આર્મી જવાન હિતેશ પરમાર બે મહિના પેહલા પોતાના ઘર ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને તેઓ ફરજ પર પાછા ફર્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની ધર્મપત્ની સાજનબેન સાથે ફોનમાં વાતચીત કરી હતિ.

તેમના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મીના એક અધિકારીનો ફોન આવ્યો હતો . તેમણે જણાવ્યું હતુ કે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. આર્મી ઓફિસરે વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે રાત્રે 9 વાગે અમદાવાદ ખાતે પાર્થિવદેહ આવશે.

પ્રાથમિક ધોરણે તેમનું અવસાન હાર્ટએટેકથી થયું હોય તેવું લાગી રહ્યું છે. તો હવે તેમના અંતિમ દેહને અમદાવાદ ખાતે લાવવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer