જાણો સીતા માતાના મંદિર વિશે, શામાટે તેને સીતા મંદિર કહેવામાં આવે છે ?

માતા સીતા મિથુલાના રાજા જનકની સૌથી મોટી દીકરી હતી. અને માતા સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીતાજી હિંદુ ધર્મની દેવી છે. એવું માનવામાં આવે છે કે સીતાજી લક્ષ્મી જીનું એકમાત્ર અવતાર છે. હિન્દુ ધર્મની સૌથી પ્રતિષ્ઠિત સ્ત્રીઓમાં તેઓ સૌથી વધારે હોવાનું માનવામાં આવે છે. એક સમયે જનક રાજા ને જમીન માંથી એક ઘડામાં એક નાની બાળકી સ્વરૂપે સીતા માતા મળ્યા  હતા. અને તેમના પિતા બાની રાજા જનકએ સીતાનું ભરણ પોષણ કર્યું હતું.

તેમજ આપણે સૌ એ વાત તો જાણીએ છીએ કે માતા સીતાનો અંત  ધરતીમાં  સમાઈ જવાથી થયો હતો. અને એ જ કારણથી સીતા માતાને ધરતીની પુત્રી પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામનો વનવાસ પૂરો થયા બાદ અને સીતા હરણ પછી માતા સીતા એ અગ્નિ પરીક્ષા પણ આપી હતી અને લવ કુશ ના જન્મ પછી સીતા માતા એ ધરતીમાં સમાધિ લઇ લીધી હતી. આજે અમે જે વાત કરી રહ્યા છીએ એ છે માતા સીતાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી તે સ્થળ વિશે..

ઉત્તર પ્રદેશ ના સંત રવિદાસ નગર માં ગંગા કિનારે આવેલ આ મંદિર ને સીતા સમાહિત સ્થળ ના નામથી ઓળખવામાં આવે છે. ગંગા નદીના કિનારે બનેલા આ મંદિર માં ખુબ જ સુંદર ઝરણા ની ઉપર શિવજી નું મંદિર બનાવામાં આવેલ છે. તે ઉપરાંત અહી હનુમાનજી ની એક મોટી મૂર્તિ પણ બનાવામાં આવી છે. જેને જોવા માટે ઘણા બધા પ્રવાસીઓ આવે છે. નદી ની સાથે સાથે આ મંદિર ચારે બાજુ થી પ્રકૃતિ થી ઘેરાયેલ છે અને અહીની પ્રકૃતિ પણ ખુબજ સુંદર છે. આ ખુબસુરત મંદિર માં તમે દર્શન કરવાની સાથે સાથે જ  ફરવાની મજા પણ લઇ શકો છો.

આમ માતા સીતા રામાયણ અને રામચરિતમાનસનું મુખ્ય પાત્ર છે. અને આ સિવાય ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. વિશ્વંભર નામના ઉપનિષદમાં ‘ૐ નમ: સીતારામાભ્યામ્’ એ મંત્રનો મહિમા બતાવ્યો છે. આમ માતા સીતા એક આદર્શ સ્ત્રીનું ઉદાહરણ છે. રામાયણ માં માતા સીતા વિશે અદભુત મહિમા પણ દર્શાવેલો જોવા મળે છે. આમ એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સીતા માતા પોતાની ઈચ્છા અનુસાર જ ધરતીમાં સમય ગયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer