સોમવતી અમાસ પર આ મૂહર્ત, જરૂર કરો આ ઉપાય, મળશે સફળતા..

મહા મહિનાની અમાસને મૌની અમાસ પણ કહેવાય છે. આની સાથે જ સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. અમાસના દિવસે સ્નાન દાન તેમજ તર્પણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

સોમવતી અમાસ અથવા મૌની અમાસને શુભ માનવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે. સોમવતી અમાસની વિશે કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા તેમજ દાન કરવાથી વિઘ્ન અને ક્લેશથી મુક્તિ મળે છે. ખાસ વાત એ છે કે સોમવતી એટલે કે મહા અમાસ પર આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ ચતુગ્રહી યોગ બની રહે છે.

શું છે સોમવતી અમાસ

હિંદુ ધર્મમાં દરેક મહિનામાં અમાસ આવે છે આ અમાસ જે દિવસે પડે છે એ દિવસની અનુસાર એનું મહત્વ હોય છે. જો કોઈ મહિનાના સોમવારના દિવસે અમાસ તિથી હોય તો એને સોમવતી અમાસ કહેવાય છે. અમાસના દિવસે પિતૃ દોષના નિવારણ માટે તર્પણ વગેરે કરવામાં આવે છે. મહા મહિનાની અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે આ કારણથી આ દિવસે મૌન રહીને સ્નાન કરવાથી સહસ્ત્ર ગૌ દાનને સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.

સોમવતી અમાસ પર કરો આ ઉપાય

-સોમવતી અમાસના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પિત કરવાથી ગરીબી અને દરિદ્રતા દુર થઇ જાય છે.

-અમાસના દિવસે ૧૦૮ વાર પીપળાની પરિક્રમા કરવી એ શુભ માનવામાં આવે છે.

-અમાસના દિવસે ભગવાન શિવ તેમજ વિષ્ણુ ના મંત્રોનો જાપ કરવાથી તેમજ મૌન વ્રત ધારણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

-અમાસના દિવસે પિતૃની નિમિતે તર્પણનું કામ કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer