દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રિમાં માત્ર ડિપાર્ટમેન્ટ ન અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું પોલીસે વિદ્યાર્થીઓને સોશિયલ distance જાળવવાનું અને માસ્ક પહેરવા ફરજિયાત કર્યું હતું જ્યારે આ વિદ્યાર્થીઓએ પોલીસને કહ્યું કે તમે કોની મંજૂરીથી અહીં આવ્યા છો ત્યારે આ વાતને લઇને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગરબા બંધ કરાવતા આ વાત ખૂબ જ ઉગ્ર બની હતી
પોલીસે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ માર્યા હતા અને ત્રણ ચાર વિદ્યાર્થીઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાની વાતને લઈને વિદ્યાર્થીઓના ટોળા માં ત્યાં જ ખૂબ જ ધમાલ મચી હતી એટલું જ નહીં જ્ઞાની ચેમ્બરની બહાર સૂત્રોચ્ચાર કરતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટોળાને અલગ કર્યું હતું આ ઝઘડો ત્રણ કલાકથી વધુ ચાલ્યો હતો પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો આ વાત એક વિદ્યાર્થીનીએ કરી છે
યુનિવર્સિટીના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પોલીસે માગ મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ફોન કરતાં મોડી રાત્રે વિદ્યાર્થીઓની છોડી મુક્યા હતા પીઆઇએ હાથ જોડવા પડ્યા હતા પોલીસ સામે jcp ને તપાસ સોંપવામાં આવી છે.
થોડીક જ ક્ષણોમાં સ્થિતિ ખૂબ જ ઉગ્ર બની ગઈ હતી – વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને માત્ર એક દિવસ માટે નવરાત્રી કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું
ગરબા રમતી વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને અમુક સૂચનો આપ્યા હતા બે ત્રણ વિદ્યાર્થીઓ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અવશ્ય વર્તન કર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે
જોતજોતામાં સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થઈ ગયો પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓની સ્થિતિ વધુ બગડતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા કેટલાક વિદ્યાર્થીઓ ની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો વિદ્યાર્થીઓએ- વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં ઘેર આવું કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલગીરી કરી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચી અને પોલીસ વિરોધમાં ઉચ્ચ રીતે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી હંગામો થયો ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો ફોન આવતા પકડેલા વિદ્યાર્થીઓને છોડવા માટે મંજૂરી વિના પોલીસ આવી ન શકે. કુલપતિના આદેશ વગર પોલીસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવી શકે નહીં જેથી જે તે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશન મથકમાં અરજી આપવામાં આવી છે ડોક્ટર જયદીપ ચૌધરી અને ઇન્ચાર્જ વીએનએસજીયુ.
આજે પોલીસ દમન સામે વિરોધ- વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે વાત કરવા ગયા ત્યારે પોલીસે ગાળો આપી અને કોલર પકડી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા જ્યાં એબીવીપીના કાર્યકર્તા હોય લાઠી મારી પોલીસની દાદાગીરી સામે મંગળવારે વિરોધ કરવામાં આવશે ઈશાન મટ્ટુ કેમ્પસ અધ્યક્ષ abvp.
કાર્યવાહી કરવા માંગ કરાશે- મંગળવારે યુનિવર્સિટી બંધ કરવાનું એલાન જાહેર કર્યું છે તેની સાથે જ કલેકટર અને કમિશનરને આવેદન આપવામાં આવ્યો છે કે પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરાશે હિમાલય સિંહ ઝાલા abvp પ્રદેશ મંત્રી અને સુરત વિભાગ સંગઠન મંત્રી. અનેકને ઇજા થઇ-પોલીસ ચાર વિદ્યાર્થીઓને ઘસડીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જતા તે સમયે વિદ્યાર્થીઓના ટોળાઓએ પોલીસ સ્ટેશન સામે રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી.