સનાતન અને હિંદુ ધર્મમાં જન્મ અને મરણ અને ગ્રહણના સમયે સુત વિશે ખુબ અધિક ચર્ચા થાય છે. મોટા ભાગના લોકો જુના અનુભવોને મુતાબિક જેમ વડીલ કહે છે તેમ કરવા લાગે છે.
પણ અમુક લોકો જ જાણી શકે છે કે સુતક અને પાતક શું છે અને તેનો જીવનમાં કેવો પ્રભાવ જોવા મળે છે. સામાન્ય રીતે સુતક નો સબંધ જન્મ સાથે છે, જન્મ સમયે જે નાળ કાપવામાં આવે છે
અને જન્મ સમયે જે અન્ય પ્રકારની હિંસા થાય છે તેના સ્વરૂપને સુતક માનવામાં આવે છે. તેમજ પાતક નો સબંધ મૃત્યુ સાથે છે મૃત્યુ થાય ત્યારે દાહ વખતે જે હિંસા થાય
તેના પ્રાયશ્ચિત સ્વરૂપ પાતક માનવામાં આવે છે. જન્મ પછી નવજાત ની પેઢીઓને થતી અશુચીતા ૩ પેઢી સુધી ૧૦ દિવસ, ૪ પેઢી સુધી ૧૦ દિવસ, ૫ પેઢી સુધી ૬ દિવસ માનવામાં આવે છે.
એકજ રસોડામાં રસોઈ કરતા લોકો માટે પેઢી નથી ગણવામાં આવતી તેમને ૧૦ દિવસ સુધી સુતક લાગે છે. નવજાતની માં ને ૪૫ દિવસ સુધી સુતક લાગે છે. પ્રસુતિ સ્થાન ૧ મહિના સુધી અશુદ્ધ હોય છે.
તેથી ઘણા લોકો હોસ્પિટલ થી ઘરે આવે છે ત્યારે સ્નાન કરી લે છે. છોકરીના પિયરમાં બાળકનો જન્મ થાય તો ૩ દિવસનો સુતક લાગે છે, અને સાસરિયામાં જન્મ થાય તો તેને ૧૦ દિવસનો સુતક લહે છે.