સંભાળવામાં થોડું અજીબ લાગશે પણ હા આ વાત બિલકુલ સાચી છે. થાઈલેન્ડ દેશમાં એક એવું બૌધ મંદિર છે જયના રહેવાસીઓ ની સાથે ઘણા બધા ટાઇગર ખુશી ખુશી રહે છે. તેમનું ઉઠવું બેસવું, ખાવું પીવું વગેરે બધીજ ક્રિયાઓ અહીના લોકોની સાથે જ તેઓ કરે છે. આમ તો સિંહ, વાઘ અને ચિત્તા ને જંગલના ખુબજ ખતરનાક પ્રાણીઓ માનવામાં આવે છે. અને તેનાથી મિત્રતા કરતા લોકો દરે છે, પરંતુ અહી નો નજરો અલગ જ છે અહી વાઘ અને મનુષ્યનો સબંધ મિત્રતા ભરેલો છે. તેને અહી Wat Pa Luang Ta Bua ના નામથી ઓળખવામાં આવે છે. વિદેશી પર્યટકો અહી ખુબજ મોટા પ્રમાણમાં ખાસ કરીને આ ચમત્કાર જોવા માટે અહી આવે છે.
જાણો કેવી રીતે બન્યું અહી ટાઇગર ટેમ્પલ :
૧૯૯૪ માં આ ફક્ત એક બુદ્ધ ધર્મનું મંદિર હતું. થાઈલેન્ડ માં ખુબજ વધારે જાનવરો ની તસ્કરી થવા લાગી હતી. ત્યારે અ મંદિરે વન્ય જીવો ના સંરક્ષણ માટે અહી જીવ જંતુઓને પાળવાનું નક્કી કર્યું હતું. ૧૯૯૯ માં એક ગ્રામીણ વ્યક્તિએ તેને એક વાઘ નું નાનું બાળક લાવી ને આપ્યું, આ વાઘ ના બચ્ચાની માં નો શિકલ કેટલાક વ્યક્તિઓ એ કરી નાખ્યો હતો. ધીરે ધીરે ઘણા બધા વાઘ ના બચ્ચા ગામ વાળા અહી લાવવા લાગ્યા આવી રીતે ધીરે ધીરે અહી આ મંદિર વાઘો નું ઘર બનતું રહ્યું. આ દરેક વાઘો ને બૌધ ભિક્ષુકો દ્વારા શિક્ષણ આપવામાં આવતુ હતું. અને તેથી દરેક વાઘ ટ્રેન થયેલા હોય છે જે લોકો પર ક્યારેય હુમલો નથી કરતા અને ગામના લોકો સાથે હળીમળીને રહે છે.