વૈકુઠ ધામ ક્યાં આવેલું છે?
હિંદુ ધર્મ અનુસાર કૈલાસ પર મહાદેવ, બ્રહ્મલોક માં બ્રહ્માજી રહે છે. તેવી જ રીતે ભગવાન વિષ્ણુનું નિવાસ્થાન વૈકુઠ જણાવેલ છે. વૈકુઠ ધામણી સ્થિતિ ત્રણ જગ્યાએ દર્શાવેલી છે. ધરતી પર, સમુદ્રમાં અને સ્વર્ગની ઉપર. વૈકુઠ ધામને વિષ્ણુલોક અને વૈકુઠ સાગર પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પછી તેને ગૌ લોક પણ કહેવામાં આવ્યું છે.
પહેલું વૈકુઠ ધામ:
ધરતી પર બદ્રીનાથ, જગન્નાથ, અને દ્વારકા પૂરીને પણ વૈકુઠ ધામ કહેવામાં આવે છે. ચારે ધામમાં સર્વ શ્રેષ્ઠ હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થ સ્થાન બદ્રીનાથ, નર અને નારાયણ પર્વત શ્રુંખલાઓ થી ઘેરાયેલ, અલકનંદા નદીની ડાબી બાજુ નીલકંઠ પર્વત શૃંખલામાં સ્થિત છે. ભારતની ઉત્તરમાં સ્થિત આ મંદિરને ભગવાન વિષ્ણુનો દરબાર માનવામાં આવે છે. અહી સનાતન ધર્મના સર્વ શ્રેષ્ઠ આરાધ્ય દેવ શ્રી બદ્રીનારાયણ ભગવાનના ૫ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિષ્ણુના આ પાચ રૂપોને પાંચ બદ્રીના નામથી ઓળખવામાં આવે છે.
બીજું વૈકુઠ ધામ:
બીજા વૈકુઠ ણી સ્થિતિ ધરતીની બહાર જણાવેલી છે. તેને બ્રહ્માંડની બહાર અને ત્રણેય લોક ણી ઉપર દર્શાવેલ છે. આ ધામ દેખાય છે એટલી પ્રકૃતિ કરતા ૩ ગણું મોટું છે. અને તેની દેખરેખ માટે ભગવાનના ૯૬ કરોડ પાર્ષદ તૈનાત છે. આપણી પ્રકૃતિથી મુક્ત થતા દરેક જીવાત્મા એ જ પરમધામમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મણી સાથે પ્રવેશ કરે છે. ત્યાંથી જીવાત્મા ક્યારેય પરત નથી આવતી. અહી ભગવાન વિષ્ણુ તેની ચાર પટરાણીઓ સાથે નિવાસ કરે છે.
ત્રીજું વૈકુઠ ધામ:
ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકા પછી એક બીજું પણ નગર વસાવ્યું હતું જેણે વૈકુઠ કહેવાય છે. કેટલાક ઈતિહાસકારો ના જણાવ્યા મુજબ અરાવલીની પહાડી શ્રુંખલા પર વૈકુઠ ધામ વસાવેલું હતું. ત્યાં ઇન્સાન નહિ ફક્ત સાધકો જ રહેતા હતા. ભૂ-શસ્ત્ર અનુસાર ભારતનો સૌથી પ્રાચીન પર્વત અરાવલી પર્વત છે. માનવામાં આવે છે કે અહી શ્રી કૃષ્ણએ વૈકુઠ નગરી વસાવી હતી.