જમ્મુના કટરામાં ત્રિકુટ પર્વત પર વિરાજમાન માં વૈષ્ણોદેવીના દર્શન માટે દર વર્ષે લાખો લોકો જાય છે. માન્યતા છે કે જ્યાર સુધી ભૈરવ બાબાના દર્શનના કરીએ ત્યાર સુધી વૈષ્ણોદેવીની યત્રા પૂરી નથી થતી. પણ આજે અમે તમને એવું કારણ બતાવશું જ્યાં દર્શન કર્યા વિના તમારી વૈષ્ણો દેવીના દર્શનની યાત્રા પૂરી નહિ થાય.
૧. આ જગ્યા જમ્મુ શહેરથી ૧૪ કિમી દુર નગરોટામાં સ્થિત છે. અહી કોલ કન્દોલી મંદિર છે. કહેવામાં આવે છે કે અહી દેવી દુર્ગા ૫ વર્ષની કન્યાના રૂપમાં પ્રગટ થયા હતા.
૨. પૌરાણિક માન્યતા અનુસાર દેવીમાં એ આ જગ્યા પર લગભગ ૧૨ વર્ષની ઉમરમાં તપસ્યા કરી હતી. ત્યાર બાદ તે અહી પીંડી ના રૂપમાં વિરાજમાન થઇ ગયા. ૩. કહેવાય છે કે દેવી દુર્ગા કન્યાના વેશમાં ગામમાં બીજી કન્યાઓ સાથે રમતા હતા તેનું મોહક સ્વરૂપ જોઇને બધાજ મંત્રમુગ્ધ થઇ જતા હતા.
૪. કહેવાય છે કે આ મંદિરની શોધ પાંડવો એ કરી હતી પાંડવો અજ્ઞાત વાસ દરમ્યાન અહીથી નીકળ્યા હતા ત્યારે જ તેમણે અહી પૂજા કરી હતી તેની ભક્તિ ભાવનાને જોઇને માતાએ તેમને અહી સ્વપ્નમાં એક મંદિર બનવાનું કહ્યું હતું.
૫. પૌરાણિક ધર્મ ગ્રંથોના અનુસાર મંદિર નિર્માણ વખતે ભીમને ખુબ જ તરસ લાગી પણ આજુ બાજુ કોઈ પાણીની વ્યવસ્થા નહિ હતી. ત્યારે દેવીમાએ મંદિરની પાછળ જઈને એક વાટકામાં પાણીની વ્યવસ્થા કરી હતી. ૬. કહેવાય છે એ વાટકો એટલો ચમત્કારી હતો કે તેમાંથી હજારો લોકોના પાણી પીવા છતાં તે ખાલી નહિ થતો હતો.
૭. મંદિરની પાસે એક કુવો પણ છે કહેવાય છે કે દેવી એ લોકોની તરસ છીપવા માટે તેનું નિર્માણ કર્યું હતું. માન્યતા છે કે જે કોઈ ભક્ત કુવાનું પાણી પીવે છે તેના બધા દુઃખ દુર થઇ જાય છે.
૮. કહેવાય છે કે દેવીમાંના આ વાટકો ઉત્પન કરતી વખતે એક શિવલિંગની પણ ઉત્પતી થઇ હતી. કહેવાય છે કે મંદિરમાં આવેલી આ શિવલીંગને ગણેશવરી જ્યોતિલિંગ નામથી ઓળખવામાં આવે છે.
૯. દેવીમાંના આ જગ્યા પર કરેલા અનેક ચમત્કારો માંથી એક કથા અનુસાર માં ભગવતીએ અહી ચાંદીના ચાર વાટકા માંથી ગામના લોકોને ૩૬ પ્રકારના ભોજન કરાવ્યા હતા.
૧૦. પૌરાણિક માન્યતા અનુસાર દેવીમાં આ જગ્યા પર આજ પણ વિરાજમાન છે. અને તે કન્યા સ્વરૂપમાં છે એટલે તેના દર્શન કર્યા વિના વૈષ્ણોદેવી ની યાત્રા અધુરી માનવામાં આવે છે.