કેટરીના કૈફ અને વીકી કૌશલ ના લગ્નમાં આ ખાસ લોકોને આપવામાં આવશે આમંત્રણ, ગેસ્ટ લીસ્ટ આવ્યું સામે….

હાલના સમયમાં બી ટાઉનમાં સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક વિક્કી કૌશલ અને કેટરીના કેફ એમના લગ્નને લઈને લાઈમલાઈટમાં છવાયેલા છે. ખબરો અનુસાર આ કપલ આ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં રોયલ વેડિંગ કરવાના છે. હવે બી ટાઉનમાં અન્ય એક ખબર સામે આવી રહી છે. સાંભળવામાં આવી રહ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્નના ગેસ્ટ લિસ્ટમાં સામેલ થનાર લોકોના નામ પણ સામે આવી ચુક્યા છે.

પોતાની જિંદગીને પ્રાઇવેટ રાખતી કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નમાં જે લોકો સામેલ થઈ શકે છે એમના નામ છે – કરણ જોહર, કિયારા આડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, મીની માથુર, રોહિત શેટ્ટી, અલી અબ્બાસ ઝફર અને ન્યુલી વેડેડ વરુણ ધવન અને નતાશા દલાલ

રિપોર્ટ્સ અનુસાર બન્નેએ ઇન્ડસ્ટ્રીના એમના મિત્રો અને મેન્ટર્સને બોલાવવાનું નક્કી કર્યું છે એ માટે એ એમને ડિસેમ્બર 7થી 9ની આસપાસ સુધી ફ્રી રહેવું માટે પણ કહી રહ્યા છે. હાલના સમયમાં આ કપલ એમના સિક્રેટ લગ્નની તૈયારીઓમાં લાગેલું છે.

સુત્રોનું માનીએ તો કપલના લગ્ન એકદમ પંજાબી સ્ટાઇલમાં થશે. જેમાં પીઠી, મહેંદીની રસમોની પુરી કરવામાં આવશે. આ ઉપરાંત એવી પણ ખબર આવી રહી છે કે આ બન્નેએ પિંક સિટીના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા, રાજસ્થાનમાં રોયલ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો છે.

જલ્દી જ મેરિડ કપલ બનવા જઈ રહેલા વિક્કી કૌશલ અને કેટરીના કેફે વેન્યુનું પ્રિ બુકીંગ કરાવી લીધું છે અને એમના આઉટફિટસ પણ ફાઈનલ કરી લીધા છે. સાંભળવામાં તો એ પણ આવી રહ્યું છે કે જે હોટલમાં બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે એનું એક રાતનું ભાડું 64 થી 90 હજાર રૂપિયા છે. આ હોટલના સ્યુટમાં સર્ક્યુલર પુલ, ટેરેસ, આઉટડોર શાવર, પેન્ટ્રીની સાથે બીજી ઘણી ફેસિલિટી રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બન્નેએ હજી સુધી એમના લગ્નને લઈને કઈ પણ કહ્યું નથી પણ દિવાળીના દિવસે કેટરીના કેફે એમન રાખી ભાઈ ફિલ્મ મેકર કબીર ખાનના ઘરે પરિવારની હાજરીમાં ગુપચુપ રીતે રોકા સેરેમની કરી લીધી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer