જાણો ભગવાન વિષ્ણુ મત્સ્ય જયંતી પર લે છે માછલીનો અવતાર

જયારે જયારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે ભગવાન અધર્મ પર ધર્મની જીત માટે અવતાર ળે છે. એ માનવ જીવ રૂપ અને મિશ્ર રૂપમાં અવતાર લીધેલ છે. ભગવાન વિષ્ણુ એ સૌથી પહેલો અવતાર આ મત્સ્ય નો લીધો હતો.

ક્યારે હોય છે મત્ય જયંતી ?

મત્સ્ય જયંતી ચૈત્ર માસની શુક્લ ત્રીજ ના દિવસે આવે છે. તેને હયપંચમી પણ કહેવાય છે. આ તિથીને વિષ્ણુ જી ના મત્સ્યઅવતાર લઈને દૈત્યો દ્વારા ચોરવામાં આવેલ વેદો ની રક્ષા કરી અધર્મ પર ધર્મ ની જીત અપાવી હતી.

મત્સ્ય અવતારની કથા : 

ભગવાન વિષ્ણુ નો આ અવતાર સૃષ્ટિના અંત માં થયો હતો. જયારે પ્રલય કાલ આવવાનો થોડા સમય ની વાર હતી સત્યવ્રત મનુ ની ઉત્પત્તિ થઇ ધર્માત્મા અને ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત હતા. એક દિવસ નદીમાં સ્નાન અને પૂજા પછી તેના કમંડળ માં એક નાની એવી માછલી આવી ગઈ. એ નાની માછલીને લઈને મનુ પોતાના રાજ મહેલ માં પરત ફર્યો. એ માછલી ધીમે ધીમે ખુબજ મોટી થવા લાગી. લગાતાર તેનું કાઢ વધતા મનું એ તેનો પરિચય પૂછ્યો. ત્યારે શ્રી હારી માછલી માંથી પ્રગટ થયા અને જણાવ્યું કે આજ થી સાત દિવસ પછી પ્રલય આવવાનો છે. સૃષ્ટિની રચના માટે મે આ અવતાર ધારણ કર્યો છે. અ આખી ધરતી જળ મગ્ન થઈ જશે તેથી તમારે તમારા પરિવાર સાથે અહીંથી નીકળવાનું છે.

પ્રલય ની પહેલા ભગવાન સત્યવ્રત ની પાસે આવ્યા અને કહ્યું કે તમે તમારી હોળી મારા શરીર પર બાંધી લ્યો. સત્યવ્રત પરિવાર, સપ્ત ઋષિ અને દરેક પ્રકારના બીજ અને ઔષધી સહીત આ નવ માં સ્વર થયા. અને મત્સ્ય અવતારમાં પ્રભુએ ચારેય વેદોને પોતાના મો માં સમાવી રાખ્યા હતા. અને એ ધરતીના જળ મગ્ન સમયમાં આ રીતે સુરક્ષિત રહ્યા. અને જયારે ફરીથી સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે આ વેદ બ્રહ્માજીને સોંપવામાં આવ્યા. આ રીતે ભગવાન વિષ્ણુ એ મત્સ્ય અવતાર લઈને પ્રલય કાલ થી લઈને સૃષ્ટિનું ફરીથી નિર્માણનું કાર્ય પૂર્ણ કર્યું.

તેથી આ દિવસે માછલીઓ ને લોટ ની ગોળીઓ ખવડાવવી જોઈએ. અને ભગવાન વિષ્ણુ માના મત્સ્ય અવતાર ની કથા ને વાચવી જોઈએ. જો તમે કોઈ ઓટા સંકટમાં છો તો ભગવાન વિષ્ણુ ને રક્ષા માટે વિનંતી કરવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer