પિતૃના તર્પણ માટે પ્રસિદ્ધ ‘મુક્તિધામ’ મંદિર ગયા માં સ્થિત છે. અને આ જ તે જગ્યા છે જ્યાં માતા સીતાએ ભગવાન શ્રી રામના પિતા એટલે કે પોતાના સસરા રાજા દશરથનું પીંડ દાન કર્યું હતું.
આખા દેશ માંથી લોકો પહોચે છે અહી:
બિહારના ગયાને વિશ્વમાં મુક્તિ ધામના રૂપથી ઓળખવામાં આવે છે. અને એવી માન્યતા છે કે ગયાજીમા પિંડદાન કરવાથી પિતૃની આત્માને શાંતિ મળી જાય છે. બિહારના ગયા ધામ વિશે પુરાણોમા પણ લખાયેલું છે. કહે છે કે અહી શ્રાદ્ધ માત્રથી જ આત્માને વિષ્ણુ લોક પ્રાપ્ત થઈ જાય છે.
પૌરાણિક કથા અનુસાર:
એક પૌરાણિક કથા અનુસાર વનવાસ કાળ દરમ્યાન ભગવાન શ્રી
રામ પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ કરવા તેના ભાઈ લક્ષ્મણ સાથે ગયા ધામ પહોચ્યા.
પિંડદાન માટે બને ભાઈ જરૂરી સામાન લેવા માટે જાય છે. માતા સીતા તેની રાહ જોવે છે.
ઘણા સમય પછી પણ બને ભાઈ નથી આવતા ત્યારે અચાનક રાજા દશરથની આત્મા માતા સીતા પાસે
આવીને પિંડદાનની માંગ કરે છે.
રાજા દશરથની માંગ પૂરી કરવા માતા સીતા ફલ્ગુ નદીના
કિનારે બેસીને ત્યાં લાગેલા કેતકીના ફૂલ અને ગાયને સાક્ષી માનીને બાલુનો પીંડ
બનાવીને તેના માટે પિંડદાન કરે છે થોડા સમયમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સામગ્રી
લઈને પાછા આવે છે. ત્યારે સીતા તેને કહે છે કે હું રાજા દશરથનું પિંડદાન કરી ચુકી છું.
તેથી શ્રી રામ સામગ્રી વિના કરેલા પિંડદાનને માનવાનીના પાડી દે છે. અને તેનું
પ્રમાણ આપવા કહે છે.
ભગવાન શ્રી રામના પ્રમાણ પર સીતાએ કેતકીના ફૂલ, ગાય
અને બાલુની માટીને ગવાહી આપવા માટે કહ્યું, પણ ત્યાં લાગેલા વૃક્ષ સિવાય કોઈએ પણ
સીતાજીના પક્ષમા ગવાહીના આપી ત્યાર બાદ સીતાજી એ રાજા દશરથની આત્માનું ધ્યાન કરી
તેને જ ગવાહી આપવા પ્રાથના કરી. તેના આગ્રહ પર સવ્યમ મહારાજ દશરથની આત્મા પ્રગટ થઇ
અને તેમને કહ્યું કે સીતાએ મારું પિંડદાન કરી દીધું છે. પોતાના પિતાની ગવાહી
સાંભળી શ્રી રામને સંતોષ થઇ ગયો. ફલ્ગુ નદી અને કેતકીના ફૂલોના ખોટું બોલવા પર
ક્રોધિત માતા સીતાએ ફલ્ગુ નદીને સુકાઈ જવાનો શ્રાપ આપ્યો.
શ્રાપના કારણે આજે પણ ફલ્ગુ નદીનું પાણી સુકાયેલું છે. બસ વરસાદના દિવસોમા તેમાં થોડું પાણી હોય છે. ફલ્ગુ નદીના બીજા તટ પર આવેલા સીતા કુંડમા પણ પાણી સુકાયેલું જ રહે છે તેથી અહી આજ પણ બાલુ માટી કાતો રેતીથી પિંડદાન થાય છે.
બીજી માન્યતા અનુસાર:
એવી માન્યતા છે કે આસ્વિન કૃષ્ણ પક્ષના પખવાડામા માત્ર પિતૃ એટલે કે પૂર્વજોના પૂજન અને તર્પણ માટે સુનિશ્ચિત હોય છે. પિતૃપક્ષ કે મહાલય પક્ષમાં પિંડદાન અહં કર્મકાંડ છે. પિંડદાન માટે ગયાને સર્વોત્તમ સ્થાન માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમ્યાન પિંડદાનનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે.