શું ખરેખર લીલાછમ વૃક્ષની અંદર આગ લાગી શકે? જોઇને તમે પણ રહી જશો દંગ..

અંદરથી સળગતા લીલા વૃક્ષોના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારે લોકો જોઇને વિચારી રહ્યા છે કે આ કેવી રીતે બની શકે. લોકોને જોઈને નવાઈ લાગે છે કે ઝાડ ઉપરથી તો લીલું છે પણ અંદરથી કેવી રીતે સળગી ઉઠ્યું.

કેટલાક ચિત્રો આંખોનો ભ્રમપણ હોઈ શકે, એટલે કે ખરેખર જે હોતું નથી તેનો આપણને આભાસ થાય છે. અને તે જ આપણે જોઈએ છીએ. જો કે દરેક વિચિત્ર દેખાતા ફોટા માત્ર આંખોનો ભ્રમ નથી. કેટલીકવાર એવી કેટલીક ઘટનાઓ બને છે જેને આપણે ખોટી માનીએ છીએ. તો તે હકીકતમાં ચાચી હોય છે. હાલ માં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જેમાં એક લીલું ઝાડ મા અંદર થી આગ લાગેલું જોવા મળી રહ્યું છે.

થડ થી મૂળ સુધી લહેરાતા લીલાછમ વૃક્ષનું ચિત્ર ચોંકાવનારું છે અને તે જોઈને દરેક વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે ઝાડ અંદરથી કેવી રીતે આગ લાગી, ઝાડ જગમગી રહ્યું છે.જ્યારે તેની ડાળીઓ અને પાંદડા લીલા છે. આ આગ ઓલવવા માટે જ્યારે ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે પણ આગ કેવી રીતે લાગી તે વિચારીને આચાર્યચકીત થઈ ગયા. અને કેવી રીતે ઓલવવી તે વિચારવા મા ઘણો સમય લીધો હતો.

‘ઓહિયો’ મા ઝાડમાં આગ લાગી હતી. આ વિચિત્ર આગ અમેરિકાના ઓહિયો ના એક વિસ્તારમાં લાગી હતી. આ આગ લાગેલા વૃક્ષ નો ફોટો ‘રિજવિલે ટાઉનશીપ સ્વયંસેવક અગ્નિશામક’ દ્વારા આ સળગતા વૃક્ષ નો ફોટો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે ઝાડની આગને ઓલવવા માટે પહોચ્યાં ત્યારે તેને આગ કેવી રીતે લાગી તે વિશે વિચારવા માં ઘણો સમય લાગ્યો, જ્યારે તેને ઓલવવા માટે ઘણી બધી મહેનત કરવી પડી. અને આગ ને ગમે તેમ કરીને ઓલવી અને લીલા વૃક્ષને બચાવી લીધું હતું.

વીજળી પડતા આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે તેમને સવારે માહિતી મળી કે એક ઝાડમાં આગ લાગી છે. તે વૃક્ષના તળિયેથી જે કંઈ પણ દેખાય છે, તે વીજળી પડવાને કારણે કેટલીક આવી ઘટનાઓ બને છે. ઝાડના થડમાં આગ કેવી રીતે લાગી તે જાણવામાં તેમને ઘણો સમય લાગ્યો. પોસ્ટમાં લખવા મા આવ્યું છે કે મોયર્સ ટ્રી સર્વિસનો આભાર, જેમણે વૃક્ષને કાપી નાખ્યું અને આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધી. તાજેતર માં અમેરિકાના ઘણા શહેરોમાં વીજળી પડવાને કારણે ઝાડમાં આગ લાગવાના વીડિયો વાયરલ થયા છે, પરંતુ આ પહેલા ક્યારેય આવો ફોટો સામે આવી નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer