જાણો શું છે વાયનાડ નું ધાર્મિક મહત્વ અને માતા સીતા તેમજ લવકુશથી એનો સંબંધ

આ દિવસોમાં વાયનાડ પ્રસિદ્ધમાં છે. જ્યારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ કેરલ ના વાયનાડથી ચુંટણી માટે નામ નોધ્યું છે ત્યારથી આ સ્થાન લગભગ જ પ્રસિદ્ધમા બનેલું છે. આજે અમે આ વાયનાડ વિશે અમુક જાણકારી તમને આપી રહ્યા છીએ. વાયનાડ ના પ્રાચીન અસ્તિત્વ વિશે જણાવી રહ્યા છીએ.

વાયનાડ નો સંબંધ રામાયણ કાળ થી પણ માનવામાં આવી રહ્યો છે. જયારે માતા સીતા ને ભગવાન રામ એ ત્યાગ આપ્યો હતો ત્યારે તે વન માં ઋષિ વાલ્મીકી ના આશ્રમ માં રહેવા લાગી અને ત્યાં જ એમણે એમના બંને પુત્રો ને જન્મ આપ્યો. ત્યાર બાદ તે પછી અહિયાં જ રહેવા લાગ્યા અને ધીમે ધીમે લવ કુશ મોટા થઈને એને બધી વિદ્યાઓ શીખવાડવામાં આવી હતી. આ વિદ્યા શીખીને તે ખુબ જ બુદ્ધિમાન થયા હતા. અને તેની પાસે ખુબ બુદ્ધી અને તાકાત હતી.

વાયનાડ માં પ્રચલિત માન્યતા ની અનુસાર અહિયાં ના લોકો નું માનવું છે કે આ તે સ્થાન છે જ્યાં માતા સીતા એ લવ કુશ ને જન્મ આપ્યો અને અહિયાં પર જ લવ કુશ એ એમનું બચપણ વિતાવ્યું છે. અહિયાં પર એક મંદિર પણ બનેલું છે જેને સેઠા લવ કુશ મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે, આ મંદિર માં લવ અને કુશ વિરાજમાન છે. તેથી અહિયાં આ સ્થાન પર ખુબ જ વિશાળ જગ્યા માં મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.

વાયનાડ ની પાસે જ એડ્ક્ક્લ ની ગુફાઓ છે જેના વિશે માન્યતા છે કે અહિયાં પર લવ કુશ એ તીરંદાજી ની શિક્ષા લીધી. આની સાથે જ આ ગુફાઓ માટે માનવામાં આવે છે કે આનું નિર્માણ અને વિસ્તાર પણ લવ કુશ એ એમના તીરો થી કર્યું હતું.

આ સ્થાન માટે માનવામાં આવે છે કે અહિયાં પર માતા સીતા અને લવ કુશ થી જોડાયેલા ઘણા પ્રમુખ સ્થાન છે જે આ વાત ને સિદ્ધ કરે છે કે માતા સીતા અને લવ કુશ નું બાળપણ આ સ્થાન માં વીતેલું છે. આ જગ્યા પર જ લવ કુશ મોટા થયા છે અને એનું બાળપણ ખુબ યાદગાર થી અહિયાં વીતાવેલું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer