સુરતના કામરેજમાં લગ્નની ના પાડતા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી નાખ્યું, ભગવાન યુવતીની આત્માને શાંતિ અર્પે…

સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે શખ્સે એક યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો વાયરલ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરીને હેરાન કરી રહ્યો હતો.

થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ધાક ધમકી પણ આપવામાં આવી હતી. આજે યુવક યુવતીના ઘર બહાર ગયો હતો. યુવતીની હત્યા કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

યુવતીના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કરી હત્યા કરી હતી. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યાં પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરવામાં આવી હતી. યુવતીનું ખુન કરનાર યુવકે ઝેરની ગોળી ખાઈ લીધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતની ટ્રાય કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer