ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર… સંપૂર્ણ બદલી જશે અભ્યાસક્રમ.. 10 જૂન થી આ અભ્યાસક્રમ ભણાવાશે!

માર્ચ 2020 થી કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું ઓફલાઈન ભણવાનું પૂરું થઈ ગયું છે. આ વખતે પણ ગઈ વખતની જેમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું .આ સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં છે કે ધોરણ 11 માં પ્રવેશ કયા આધાર પર લેવો.

ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. અચરજ પમાડે તેવી બાબત એ છે કે,

જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.1થી10માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં.

આ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને સમજણ પડી શકે અને આવતા ધોરણમાં વ્યવસ્થિત અભ્યાસ કરી શકે તે માટે બ્રિજકોર્સ બહાર પાડ્યો છે. આ કોર્સ નો સમયગાળો એક મહિનો રહેશે.

આ મુદ્દે તમામ જિલ્લા ના ડીઈઓ અને ડીડીઓને રાજ્ય સરકારના શિક્ષણ મંડળ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

પાછલા ધોરણ નો અભ્યાસક્રમ બ્રીજકોર્સે સ્વરૂપે ભણાવવવામાં આવશે.હવે ૨૦૨૧-૨૨ના વર્ષમાં જે ધોરણમાં વિદ્યાર્થી આવ્યો છે તે ધોરણના અભ્યાસક્રમને સમજવા લર્નિંગ આઉટકમની સમજ-પુનરાવર્તન મહવરાનો સમાવેશ કરી કલાસ રેડિનેશન જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામા આવ્યુ છે.

7 જૂન સુધીમાં પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને અન્ય સાહિત્ય ઉપલબ્ધ કરાવશે. અને 10 જૂન સુધી શિક્ષકો માટે આ બ્રીજ કોર્સ અંતર્ગત તાલીમ રહેશે

Leave a reply:

Your email address will not be published.

Site Footer