જાણો હિંદુ પરંપરા અનુસાર ૧૨ મહિનાની એકાદશીના નામ

જાણો ૧૨ મહિનાની એકાદશીના નામ :

આપણા સનાતન ધર્મ માં વ્રત અને ઉપવાસનું ખુબજ મહત્વપૂર્ણ સ્થાન છે, હિંદુ પરમ્પરામાં વ્રત અને ઉપવાસની ચર્ચા એકાદશી ના વ્રત વિના અધુરી માનવામાં આવે છે.

શાસ્રો અનુસાર એકાદશીનું વ્રત કરવું દરેક હિંદુ ધર્માંવલીઓ માટે ખુબજ શુભ માનવામાં આવે છે. વૈષ્ણવો માટે એકાદશીનું વ્રત કરવું ખુબજ અનિવાર્ય છે. શાસ્ત્રોમાં એકાદશીનું વ્રત મહાન પુણ્યદાયી તેમજ પાપો નો ક્ષય કરનાર બતાવેલ છે. દરેક મહિનામાં બે એકાદશી વ્રત આવે છે અને દરેક મહિનાની એકાદશીનું એક વિશેષ નામ હોય છે.

ચાલો જાણીએ સંપૂર્ણ બાર મહિનાની એકાદશીના નામ:

મહિનો- પક્ષ- એકાદશીનું નામ:-

. ચૈત્ર:
કૃષ્ણ પક્ષ: પાપમોચની એકાદશી

શુક્લ પક્ષ: કામદા એકાદશી

૨. વૈશાખ:
કૃષ્ણ પક્ષ: વરુથીની એકાદશી

શુક્લ પક્ષ: મોહિની એકાદશી

૩. જેઠ:
કૃષ્ણ પક્ષ: અપરા એકાદશી

શુક્લ પક્ષ: નિર્જળા એકાદશી

૪. અષાઢ:
કૃષ્ણ પક્ષ: યોગીની એકાદશી

શુક્લ પક્ષ: દેવશયની એકાદશી

૫. શ્રાવણ:
કૃષ્ણ પક્ષ: કામિકા એકાદશી

શુક્લ પક્ષ: પવિત્રા એકાદશી

૬. ભાદરવો:
કૃષ્ણ પક્ષ: અજા એકાદશી

શુક્લ પક્ષ: પદ્મા એકાદશી

૭. આસો:
કૃષ્ણ પક્ષ: ઇન્દિરા એકાદશી

શુક્લ પક્ષ: પાપંકુશા એકાદશી

૮. કારતક :
કૃષ્ણ પક્ષ: રમા એકાદશી

શુક્લ પક્ષ: દેવ-પ્રબોધની એકાદશી

૯. માગશર:
કૃષ્ણ પક્ષ: ઉત્પત્તિ એકાદશી

શુક્લ પક્ષ: મોક્ષદા એકાદશી

૧૦. પોષ:
કૃષ્ણ પક્ષ: સફલા એકાદશી

શુક્લ પક્ષ: પુત્રદા એકાદશી

૧૧. મહા:
કૃષ્ણ પક્ષ: શટતિલા એકાદશી

શુક્લ પક્ષ: જયા એકાદશી

૧૨. ફાગણ:
કૃષ્ણ પક્ષ: વિજયા એકાદશી

શુક્લ પક્ષ: આમલકી એકાદશી

Leave a reply:

Your email address will not be published.

Site Footer