જાણો આરતી બોલ્યા બાદ શા માટે બોલવામાં આવે છે કર્પૂર ગૌરમ મંત્ર?

કોઈ પણ મંદિરમાં અથવા આપના ઘર માં જયારે પણ પૂજા કાર્ય થાય ત્યારે કેટલાક મંત્રો નો જાપ કરવામાં આવે છે દરેક દેવી દેવતાઓ ના મંત્ર અલગ અલગ હોય છે. પરંતુ જયારે પણ આરતી પૂર્ણ રીતે થાય ત્યારે આ મંત્ર વિશેષ રૂપે બોલવામાં આવે છે.

કર્પૂર ગૌરમ મંત્ર :-

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्।

सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।

આ મંત્ર નો અર્થ :- આ મંત્ર થી શિવજી ની સ્તુતિ કરવામાં આવે છે. તેનો અર્થ આ પ્રકારે થાય છે.

कर्पूरगौरं-  કપૂર સમાન ગૌર વર્ણ વાળા.

करुणावतारं-  કરુણા ના જે સાક્ષાત અવતાર સમાન છે.

संसारसारं-  સમગ્ર સૃષ્ટિ ના જે સાર છે.

भुजगेंद्रहारम्  આનો અર્થ થાય છે કે જે સાપ ને હાર ની જેમ ધારણ કરે છે.

सदा वसतं हृदयाविन्दे भवंभावनी सहितं नमामि-  આનો અર્થ થાય છે કે જે શિવ, પાર્વતી ની સાથે સદાય મારા હૃદય માં નિવાસ કરે છે, તેને મારા નમન.  

મંત્ર નો પૂરો અર્થ :-

કપૂર જેવા ગોરા વર્ણ વાળા છે, કરુણાના અવતાર છે, સંસાર ના સર છે અને ભુજંગો નો હાર ધારણ કરેલ છે, એ ભગવાન શિવ માતા પાર્વતી સાથે મારા હૃદય માં હમેશા નિવાસ કરે છે તેને મારા નમન.

પરંતુ આ મંત્ર જ શા માટે ?
કોઈ પણ દેવી દેવતા ની આરતી કર્યા પછી કર્પૂર ગૌરમ કરુણાવતારમ… મંત્ર જ શા માટે બોલવામાં આવે છે, તેની પાછળ ખુબજ ઊંડાણ પૂર્વક અર્થ છુપાયેલ છે. ભગવાન શિવ ની આ સ્તુતિ શિવ પાર્વતી વિવાહ ના સમયે વિષ્ણુ દ્વારા બોલવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે શિવ સ્મશાન વસી છે, તેમનું સ્વરૂપ ખુબજ ભયંકર અને અઘોરી છે. પરંતુ આ સ્તુતિ દર્શાવે છે કે એમનું સ્વરૂપ ખુબજ દિવ્ય છે. શિવ ને સૃષ્ટિના અધિપતિ માનવામ આવે છે. તેઓ મૃત્યુ લોક ના દેવતા છે. તેને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે.

આ સ્તુતિ એ જ કારણ થી ગાવામાં આવે છે કે જે આ સમસ્ત સંસારના અધિપતિ છે, એ આપના મન માં વાસ કરે છે. શિવ સ્મશાન વાસી છે. અને તેઓ મૃત્યુ ના ભય ને દુર કરે છે. અને તેથી આપના મન માં હંમેશા શિવ વાસ કરે અને મૃત્યુ નો ભય દુર થાય તેથી આ સ્તુતિ બોલવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer