ભગવાન શિવ સાથે સંબંધ હોવાને કારણે હિંદુ ધર્મ માં સાંપો ની ખુબ માન્યતા છે. દરેક શિવ મંદિર માં નાગ દેવતા ની પ્રતિમા અથવા ધાતુ ના નાગ જોવા મળી જ જાય છે. પરંતુ એક એવું મંદિર છે જ્યાં ૧ કે ૨ નહિ પરંતુ પુરા ૩૦ હજાર નાગ છે.
આવો જાણીએ આ મંદિર થી જોડાયેલી અમુક રોચક વાતો. અહિયાં સ્થિત છે આ મંદિર ૩૦ હજાર સાંપોવાળું આ મંદિર કેરલ રાજ્ય ના મન્નારશાળા માં સ્થિત છે. આ દુનિયાભર માં મન્નાર ટેમ્પલ ના નામ થી પ્રસિદ્ધ છે.
મન્નારશાળા, કેરલ ના અલાપુજહા જીલ્લા ની બાજુમાં આવે છે, જેને અલેપ્પી નામ થી પણ ઓળખવામાં આવે છે. અલાપુજહા થી લગભગ ૪૦ કિલોમીટર દુર સ્થિત છે મન્નારશાળા.
ભારત ના 7 આશ્ચર્યો માં છે શુમાર આ મંદિર નાગરાજ અને નાગયક્ષી ને સમર્પિત છે સાથે જ ભારત ના 7 આશ્ચર્ય માં એક છે. આ મંદિર માં અહિયાં સુધી નજર જાય છે, ત્યાં સુધી માત્ર ને માત્ર નાગ જ જોવા મળે છે.
મંદિર ની ખાસિયત આ મદિર લગભગ ૧૬ એકર જમીન પર બનેલું છે. આ મંદિર માં ૩૦ હજાર સાંપો ની પ્રતિમાઓ બનેલી છે. આ પ્રતિમાઓ અને આ મંદિર નું પૌરાણિક મહત્વ પણ કહેવામાં આવે છે.
શું છે આ મંદિર ની પૌરાણિક કથા જાણો. પરશુરામજી એ કર્યો હતો ક્ષેત્ર નો ઉદ્ધાર પૌરાણિક કથાઓ ની અનુસાર ક્ષત્રિયો ના વધ થી મુક્તિ મેળવવા માટે ભગવાન પરશુરામ એ આ નાગ ક્ષેત્ર નું નિર્માણ કર્યું હતું.
ઘણી કથાઓ માં કેરલ ના નિર્માણ કર્તા પણ પરશુરામજી ને જ માને છે. પરશુરામજી ના તપ થી પ્રસન્ન થઈને નાગરાજ એ એને વરદાન આપ્યું કે તે અહિયાં યુગો યુગો સુધી ઉપસ્થિત રહેશે અને ભક્તો નું ઉદ્ધાર કરશે.
મન્નારશાળા મંદિર ને શ્રી નાગરાજ મંદિર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ રૂપ માં વિરાજિત છે દેવતા આ મંદિર માં દેવતા અનંત, ભગવાન વિષ્ણુ નું અને વાસુકિ ભગવાન શિવજી નું પ્રતિનીધિત્વ કરે છે.
અહિયાં સર્પયક્ષિ, નાગયક્ષિ નું વિશેષ સ્થાન છે. જુના સમય માં આ ક્ષેત્ર માં દરેક પરિવાર દ્વારા ઘર માં એક નાગિન ઉપવન રાખવાની પરંપરા હતી, જેમાં પરિવાર ના બધા સદસ્ય પૂજા કરતા હતા.